માયાવતીએ કહ્યું કે અમારે "અલી" પણ છે અને "બજરંગ બલી" પણ છે. અમારે બંને જોઇએ છે. વધુમાં તેને જણાવ્યું કે બજરંગ બલી દલિત છે, મેં તેની શોધ કરી નથી. પરંતુ ખુદ CM યોગીએ તેની શોધ કરી છે.
માયાવતીએ કહ્યું કે પરિણામ સારૂ મળવાનું છે. CM યોગીને અલીનો વોટ નહીં મળે. બંને વર્ગ કોંગ્રેસ અને ભાજપને છોડી ચૂક્યા છે. વધુમાં જણાવ્યું કે અમારો પક્ષ ધર્મ જાતિ પર વોટ નહીં માગતી આ કામ માત્ર ભાજપનું છે.