બધા મહેમાનો પ્રિ-વેડિંગ ફંક્શન દરમિયાન સાફા બાંધીને પહોંચ્યા હતા. તે દરમિયાન મ્યૂઝિક કંપોઝર વિશાલ અને શેખરે પોતાના મ્યૂઝિકથી માહોલ બનાવ્યો હતો. આ સમારોહમાં પૂર્વ PM ટોની બ્લેયર, પૂર્વ યૂએન સેક્રેટરી બાન મૂન અને ક્રિકેટર સચિન તેંડૂલકર જેવા ઘણા સ્ટાર્સ એન્જોય કરતા જોવા મળ્યા હતા.
આકાશની જાન કૉનકોર્સથી થઈને વેડિંગ હોલ પહોંચી હતી. તે દરમિયાન ઘણા ગ્લોબલ CEO અને ઘણા બૉલિવૂડ સ્ટાર પણ આ ફંક્શનમાં જોડાતા ગયા હતા. ગૂગલ CEO સુંદર પિચાઈ, રણવીર કપૂર, શાહરુખ ખાન, આમિર ખાન, પ્રિયંકા ચોપડા, એશ્વર્યા રાય બચ્ચન, રજનીકાંત, યુવરાજ સિંહ, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા જેવા સ્ટાર જોવા મળ્યાં હતાં.
10 અને 11 માર્ચે આ રિસેપ્શનનું ખાસ આકર્ષણ હશે, એક મ્યૂઝિકલ ફાઉન્ટેન કમ ડાંસ-શો, જેમાં વૉટર ફાઉન્ટેનના કલરફુલ મૂવમેન્ટ્સ જોવા મળશે. તે બાદ ઘણા આર્ટિસ્ટ્સ એરિયલ ડાંસ કરતા પણ જોવા મળશે. શ્રીકૃષ્ણ, રાધા અને વૃંદાવનની પ્રાચીન થીમ પર આધારિત આ પર્ફોમન્સમાં 150 નેશનલ અને ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ્સ પોતાના પર્ફોમન્સથી માહોલ બનાવશે. આ બહાને અંબાણી પરિવારે ભગવાન શ્રીકૃષ્ણ પાસે આકાશ અને શ્લેકા માટે આશીર્વાદ પણ માગ્યાં છે.
મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી પણ પોતાના પરિવાર સાથે બધા ફંક્શનમાં જોવા મળ્યા હતા, જેઓ મહેમાનનો આવરકાર કરતા જોવા મળ્યા હતા. લગ્ન માટે એન્ટિલીયા અને જીયો વર્લ્ડ સેન્ટરમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી.