નવી દિલ્હીઃ દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે, કોઈએ પણ ભડકાઉ નિવેદનો ન આપવા જોઇએ. મહત્વનું છે કે, મૌજપુર ચોક પર રવિવારે CAA (નાગરિકતા કાયદા)ના સર્મથનમાં ભાજપ નેતા કપિલ મિશ્રા પર કાર્યક્રમમાં ભડકાઉ નિવેદન આપવાનો આરોપ છે.
દિલ્હી ભાજપના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તિવારીએ ભાજપ નેતાઓને દિલ્હીમાં શાંતિ માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે, એવું કંઈ પણ ન કરો, જેથી લોકોમાં ભ્રમ અથવા ખોટો સંદેશ પહોંચે. કેટલાક લોકો દિલ્હીને જાણી જોઇને ગુમરાહ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, નાગરિકતા કાયદાને લઇને દિલ્હી સળગી રહી છે. રવિવારે મૌજપુરમાં હિંસા શરૂ થઇ પછી તે ઉત્તર-પૂર્વ દિલ્હીના ઘણા વિસ્તારોમાં ફેલાઈ હતી. આ હિંસામાં 17 લોકોના મોત થયા છે અને 200થી વધારે લોકો ઘાયલ છે. ગૃહપ્રઘાન અમિત શાહે શાંતિની અપીલ કરી હતી.
નોંઘનીય છે કે, દિલ્હીમાં હિંસા મુદ્દે કોર્ટે જસ્સિટના ઘરે મોડી રાત્રે સુનાવણી કરતા ઘાયલોને સરકાર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.