હરિયાણામાં પાર્ટીને જો કે, સ્પષ્ટ બહુમત ન મળતા અન્ય પાર્ટીઓનો સહયોગ લેવો પડશે. ત્યારે સ્વાભાવિક છે કે, સરકાર બનાવવાની હોડ લાગી છે. હરિયાણામાં મનોહર લાલ પોતાની શાખ બચાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. જેને લઈ તેઓ રાજ્યપાલને મળવા પહોંચી રહ્યા છે.
સીએમ મનોહર લાલ ખટ્ટર રાજ્યપાલ સત્યદેવ નારાયણને મળવા પહોંચી રહ્યા છે. જ્યાં ખટ્ટર સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.