પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે દેશની આર્થિક હાલત ચિંતાજનક છે. નાણાકિય વર્ષના પહેલા ત્રિમાસિક સમયગાળામાં આર્થિક વૃદ્ધિ દર (GDP) ઘટીને 5 ટકા થવો તે દર્શાવે છે કે આપણે આર્થિક સુસ્તિમાંથી પસાર થઈ રહ્યાં છીએ.
અર્થવ્યવસ્થાને લઈ ચિંતા દર્શાવતા મનમોહન સિંહે કહ્યું કે "હું સરકારને વિનંતી કરુ છે કે વેરના રાજકારણનો ત્યાગ કરી અર્થવ્યવસ્થાને માનવસર્જિત સંકટમાંથી દૂર કરવા માટે સારા લોકોનો અવાજ સાંભળે." વધુમાં ઉમેર્યુ કે મોદી સરકારની નીતિઓના પરિણામ સ્વરુપે વ્યાપક રીતે રોજગાર વિહીન વિકાસ થઈ રહ્યો છે. ભારતીય અર્થતંત્રમાં ઝડપથી વિકાસ કરવાની ક્ષમતા છે. પરંતુ મોદી સરકારના ગેરવહીવટને કારણે આપણે આર્થિક સુસ્તીમાંથી પસાર થઈ રહ્યાં છીએ.