- ગુરૂવારે બુલંદ શહેરમાં બીજા તબક્કાનું મતદાન હતું.
- શિકાપુર કોતવાલી વિસ્તારના અબ્દુલ્લાપુર વિસ્તારમાં રહેનાર યુવક પવન પોતાના ચહીતા ઉમેદવારને વોટ આપવા ગયો હતો.
- જ્યારે તે મતદાન મથક પર પહોંચ્યો ત્યારે તેણે પોતાની ભુલથી ખોટા ઉમેદવારના નિશાન પર બટન દબાવી દીધુ. જેથી તે ગુસ્સામાં આવ્યો હતો.
- ઘરે આવી યુવકે પોતાની જ આંગળી કાપી નાખી
આ સમગ્ર બાબતની માહિતીમાં તેના ભાઇના જણાવ્યાં અનુસાર BSPના ઉમે઼દવાર હાથીના નિશાન પર મતદાન કરવાની વાત કહીને તે ઘરેથી નિકળ્યો હતો. જ્યારે તે ઘરે આવ્યો ત્યારે ઘણો ગુસ્સામાં હતો.
તેના ભાઇએ જણાવ્યું કે. તેનો ભાઇ બસપાનો ફેન છે. જ્યારે તે ત્યાં પહોંચ્યો તો તેણે ભુલથી ભાજપને વોટ આપી દીધો હતો. જેથી તે ગુસ્સામાં આવીને ઘરમાં રાખનાર હથીયારથી પોતાની જ આંગળીને કટ કરી નાખી.