ઉલ્લેખનીય છે કે, ગયા મહિને 14 મેનાં રોજ અમિત શાહના રોડ શો દરમિયાન ભાજપ અને તૃણમૂલ કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં વિદ્યાસાગરની પ્રતિમા ખંડિત થઈ હતી. આ દરમિયાન બંને પાર્ટીઓએ એક બીજા પર વિદ્યાસાગરની મૂર્તિ તોડવાનો આરોપ લગાવ્યો હતો.
મમતાએ અહીં વિદ્યાસાગરની બે પ્રતિમાનું અનાવરણ કર્યુ છે. પહેલી પ્રતિમા વિદ્યાસાગર કોલેજના ગેટ પર અને બીજી વિદ્યાસાગર સેતુ પર સ્થાપિત કરાઈ છે.
તમને જણાવી દઇએ કે હિંસાની પરિસ્થિતી વચ્ચે મમતાએ વિદ્યાસાગરની મૂર્તિનું અનાવરણ કર્યું છે. કારણે કે સોમવારે રાત્રે અરાજક તત્વોએ દેશી બનાવટનો બોમ્બ પશ્ચિમ બંગાળના કાંકીનારા વિસ્તારમાં ફેક્યો હતો. જેમાં 2ના મોત અને 4 લોકો ઘાયલ થયા હતા.