કલોકાતાઃ રાજ્યસભાના આઠ સાસંદોને સસ્પેન્ડ કરવા મામલે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. મમતાએ ટ્વિટ કરી કહ્યું કે ખેડૂતોના હિત માટે લડનાર આઠ સાંસદોને સસપેન્ડ કરનાર આ તાાનશાહ સરકારની દુર્ભાગ્યપુર્ણ અને ચિંતનશીલ માનસિકતા છે.
મમતાએ આગળ કહ્યું કે, અમે ઝુકશું નહી, સંસદ અને રસ્તાઓ પર આ તાનાશાહ સામે લડીશુ.
જોકે રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ સોમવારે વિપક્ષના આઠ સાંસદોને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ સાંસદોએ રવિવારે કૃષિ બિલ પર વોટિંગ દરમિયાન હોબાળો મચાવ્યો હતો અને ઉપસભાપતિને કામ કરવાથી રોક્યા હતાં.
સસ્પેન્ડ થયેલા સાંસદોમાં ડેરેક ઓ બ્રાઈન, રાજીવ સાટવ, સંજય સિંહ, કેકે રાગેશ, રિપુન બોરા, ડોલા સેન ઓઅને સૈયદ નજીર હુસૈન અને એલામારન કરીમ જેવા સાંસદો સામેલ છે.