કલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ સોમવારે એક મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે. જે દસ્તાવેજોને સ્કેન કરી શકે છે. આ એપ્લિકેશનને લોન્ચ કરવા સમયે મમતા બેનર્જીએ કહ્યું કે, આ દેશની ઓળખ છે.
આ એપ્લિકેશન રાજ્યના માહિતી ટેક્નોલોજી વિભાગ દ્વારા બનાવવામાં આવી છે.
ચીનના ઉત્પાદનનો બહિષ્કાર કરવાના આહ્વાન વચ્ચે કેન્દ્ર સરકારે 59 ચીનની એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો હતો. જેના થોડા દિવસો બાદ બંગાળ સરકારે 'સેલ્ફ સ્કેન' એપ્લિકેશન શરૂ કરી છે.
એપ્લિકેશનની શરૂઆત કર્યા બાદ મમતા બેનર્જીએ કહ્યું કે, હું હંમેશા દેશમં બનાવેલા એપ્લિકેશનનો ઉપયોગ કરવા માગુ છું. આ દેશભક્તિની ઓળખ છે.