નવી દિલ્હીઃ માલેગાંવ બ્લાસ્ટના પીડિત પરિવારે મુંબઈ કોર્ટના એડિશનલ સેશન જ્જ વએસ પાડલકરનો કાર્યકાળ વધારવાની માગ કરી છે. પાડલકર 29 ફેબ્રુઆરીએ સેવાનિવૃત થઈ રહ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં આ અંગે પીડિત પરિવારે અરજી કરી છે, પીડિત પરિવાર દલીલ કરી છે કે આ કેસમાં આરોપનામું ઘડાયુ છે.
140થી વધારે સાક્ષીઓની તપાસ થઈ ચૂકી છે. એવામાં જો બીજા કોઈ ન્યાયાધીશના હાથમાં આ કેસ જશે તો કેસની સુનાવણીમાં વિલંબ થઈ શકે છે. જેથી તેમની સેવાનિવૃતિ રોકી કાર્યકાળ વધારવામાં આવે.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં ભોપાલના ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુર પણ મુખ્ય આરોપી છે.