ETV Bharat / bharat

'મેં મુલાયમ સિંહ યાદવ' ના નિર્દેશક શુભેન્દુ રાજ ઘોષે ઇટીવી ભારત સાથે કરી વાતચીત - સમાજવાદી પાર્ટી નેતા મુલાયમ સિંહ યાદવ પર ફિલ્મ

સમાજવાદી પાર્ટી નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મુલાયમ સિંહ યાદવની બાયોપિક 'મેં મુલાયમ સિંહ યાદવ'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મને શુભેન્દુ રાજ ઘોષ દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. ફિલ્મને લઇને શુભેન્દુએ ઇટીવી ભારત સાથે વાતચીત કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, બાયોપિક બનાવવા માટે તેણે મુલાયમસિંહ યાદવને જ કેમ પસંદ કર્યા.

'મેં મુલાયમ સિંહ યાદવ' ના નિર્દેશક શુભેન્દુ રાજ ઘોષે ઇટીવી ભારત સાથે કરી વાતચીત

author img

By

Published : Jul 16, 2020, 8:07 PM IST

મુંબઇ: બંગાળી ફિલ્મ નિર્દેશક શુભેન્દુ રાજ ઘોષ દ્વારા ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મુલાયમસિંહ યાદવ પર બાયોપિક બનાવી છે. જે અંગે તેમણે ઇટીવી ભારત સાથે વાતચીત કરી હતી. પ્રસ્તુત છે આ વાતચીતના અંશ..

તમે મુલાયમ સિંહ યાદવ જેવા નેતા પર જ શા માટે ફિલ્મ બનાવી?

મુલાયમ સિંહ યાદવ તે વખતે રાજકારણમાં આવ્યા હતા જ્યારે ભારતના રાજકારણમાં ઘણા મોટા નેતાઓ હાજર હતા, જેઓ પહેલેથી રાજકારણીય પીઠબળ ધરાવતા હતા. પરંતુ મુલાયમ સિંહ યાદવનું કોઈ મોટું બેકગ્રાઉન્ડ ન હતું. તેમણે બીએડ સુધીનું શિક્ષણ લીધું, રમતગમતમાં રસ ધરાવતા હતા. તેઓ કેવીરીતે રાજકારણમાં આવ્યા, કેવી રીતે તેમને પદ મળ્યું, કેવી રીતે તેમણે પ્રજાનો વિશ્વાસ જીત્યો તે પણ એક યાત્રા છે. આઝાદી પહેલા નેતાજી સુભાષચંદ્ર બોઝને 'નેતાજી'નું બિરૂદ આપવામાં આવ્યું હતું જ્યારે આઝાદી બાદ તેઓને જ 'નેતાજી' તરીકે બોલાવવામાં આવતા હતા.

શું આ એક સંપૂર્ણ બાયોપિક છે?

આ એક રાજકીય બાયોપિક કહી શકાય, ખાસ તો આ એક યુવકની યાત્રા છે. તે સમયે એક ગામની હાલત શું હતી, શિક્ષણની પરિસ્થિતિ શું હતી, તે જે સંજોગોમાંથી આગળ આવીને મુખ્યપ્રધાન બન્યો હોય તે એક સંઘર્ષથી કમ નથી.

શું આ ફિલ્મ કોઈ ચોક્ક્સ રાજકીય પક્ષની તરફેણ કરે છે? અથવા કોઈ પક્ષનો તેના પર પ્રભાવ છે?

જરા પણ નહિ. હું રાજકારણમાં માનતો નથી. મને કોઈ રાજકીય પક્ષ સાથે લગાવ નથી. મે ફક્ત એટલા માટે આ ફિલ્મ બનાવી કેમકે મુલાયમસિંહ યાદવની વાર્તા પ્રેરણાત્મક છે.

કોઈ પ્રખ્યાત કલાકારને બદલે અમિત સેઠી જેવા નવોદિતને મુલાયમ સિંહ યાદવની ભૂમિકા સોંપવાનું શું કારણ હતું?

અમિત થિયેટરનો અભિનેતા છે. તેણે ઘણી ફિલ્મોમાં નાના-મોટા રોલ કર્યા હતા. આ ફિલ્મમાં અન્ય ઘણા પ્રખ્યાત કલાકારો છે પરંતુ મારે મુખ્ય ભૂમિકા માટે નવોદિત અભિનેતાની જ તલાશ હતી જેથી મુલાયમ સિંહ યાદવની કીર્તિ અન્ય કલાકારની પ્રસિદ્ધિ હેઠળ ખોવાઇ ન જાય.

તો શું આ એક જોખમ નથી?

100 ટકા જોખમ છે જ. કારણકે લોકો પ્રખ્યાત કલાકારોને જ જોવા માંગતા હોય છે. પરંતુ ફિલ્મ માટે આ જોખમ ઉઠાવવું જરૂરી હતું. આ ફિલ્મનું શૂટિંગ પુણે, મુંબઇ, સાંગલી, સતારા, ચંદીગઢ, અમૃતસર, કોલકાતામાં કર્યું છે.

આ ફિલ્મથી શું અપેક્ષાઓ છે?

લોકોને આ પ્રકારની ફિલ્મો જોવી ગમે છે. એવા પ્રકારની ફિલ્મો કે જેનાથી તેઓ પ્રેરિત થાય. ટ્રેલરને પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 9 મિનિટમાં 3,33,000 વાર જોવાઇ ચૂક્યું છે. યૂ ટ્યૂબ પર ટ્રેલર ટ્રેડિંગમાં છે.

આ ફિલ્મને ઑક્ટોબર મહિનામાં રજૂ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.