ઠાણે: જિલ્લામાં ગુરૂવારે સાંજે અસદુદ્દીન ઓવૈસી જાહેર રેલીને સંબોધન કરવાના હતા, પરંતુ પોલીસેના અનુરોધને લઇને આ રેલી સ્થગિત કરવામાં આવી છે.
આ અંગે સંબંધિત અધિકારીએ જણાવ્યું કે, દેશમાં હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસે આયોજકોને રેલી સ્થગિત કરવાનો અનુરોધ કર્યો હતો.
ઓવૈસી ભિવંડીના ઘોબી તળાવ વિસ્તારમાં પરશુરામ તાવડે સ્ટેડિયમમાં સાંજે 6 વાગ્યા બાદ રેલીને સંબોધન કરવાના હતા. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીનના સ્થાનિક સંગઠને આ રેલીનું આયોજન કર્યુ હતું.
જો કે, ભોઈવાડા પોલીસ સ્ટેશને બુધવારે પાર્ટીના સ્થાનિક સંગઠનને પત્ર લખી કાર્યક્રમ સ્થગિત કરવાનો અનુરોધ કર્યો હતો.
DCP રાજકુમાર શિંદેએ જણાવ્યું કે, દેશની તાજેતરની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે આયોજકોને પત્ર મોકલીને રેલી સ્થગિત કરવા અનુરોધ કર્યો હતો. જેમાં આયોજકોએ સહમતી દર્શાવી છે.
ઔરંગાબાદથી AIMIMના સાંસદ ઈમ્તિયાજ જલીલે ટ્વીટ કર્યું કે,'AIMIM પ્રમુખ સાંસદ અસદુદ્દીન ઓવૈસી મુંબઈના ભિવંડીમાં ગુરૂવારે સાંજે જાહેર સભાને સંબોધન કરવાના હતા, પરંતુ પોલીસે પરવાનગી નહીં આપવાથી હાલ પૂરતું આને સ્થગિત કરવામાં આવ્યું છે. અમે આશ્વાસન આપીંએ છીંએ કે, આ કાર્યક્રમ ખાલિદ ગુડ્ડુની આગેવાનીમાં માર્ચના બીજા અઠવાડીયામાં યોજવામાં આવશે.'
ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ ખાલિદ મુખ્તાર શેખ(ગુડ્ડુ) પાર્ટીના0 ભિવંડી નગર એકમના અધ્યક્ષ છે.