મુંબઇઃ કોરોના વાઇરસે મહારાષ્ટ્રના રાજભવન સુધી દસ્તક દીધી છે. રાજભવનના 16 કર્મચારી પોઝિટિવ મળ્યા છે. આ કેસ સામે આવ્યા બાદ ગર્વનર ભગત સિંહ કોશ્યારીને આઇસોલેશનમાં મોકલવામાં આવ્યાં છે.
રાજભવન સુધી પહોંચ્યો કોરોના વાઇરસ
મળતી માહિતી મુજબ, ગર્વનર આવાસમાં કોરોના સંક્રમણથી હડકંપ મચ્યો છે. આ 16 કર્મચારીઓની કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. જે બાદ ગર્વનર ભગતસિંહ કોશ્યારી આઇસોલેશનમાં છે. જણાવવામાં આવ્યું છે કે, કોશ્યારી અમુક દિવસો સુધી કામ કરશે નહીં. રાજભવનમાં કોઇ બહારના વ્યક્તિના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે અને આગામી આદેશ સુધી કોઇ મીટિંગને સ્થગિત કરવામાં આવી છે.
16 કર્મચારી મળી આવ્યા કોરોના પોઝિટિવ
વધુમાં જણાવીએ તો રાજભવનના કુલ 100 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં અત્યાર સુધી 16 લોકોના પોઝિટિવ થવાની પુષ્ટિ થઇ છે. રાજભવનમાં કોરોના સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો હતો, જ્યારે એક જૂનિયર એન્જિનિયર પોઝિટિવ આવ્યો હતો. જે બાદ બધા લોકોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતાં. સંક્રમણના કેસ સામે આવ્યા બાદ બધા લોકોની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની હાલત સ્થિર દર્શાવવામાં આવી રહી છે.
મહત્વનું છે કે, 11 જુલાઇએ અમિતાભ બચ્ચને પોતે કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી. જે બાદ તેમને મોડી રાત્રે મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે છેલ્લા 10 દિવસમાં પોતાના સંપર્કમાં આવેલા લોકોથી કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.