- મહારાષ્ટ્રમાં CBI એ તપાસ માટે મહારાષ્ટ્ર સરકારની મંજૂરી લેવી પડશે
- આ પહેલા રાજસ્થાન, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળએ પર આ પગલા ભર્યા
- સરકારની મંજૂરી વગર CBI કોઇ કેસની તપાસ નહી કરે
મુંબઇ : મહારાષ્ટ્ર સરકારના ગૃહ વિભાગના નાયબ સચિવ કૈલાસ ગાયકવાડ વતી CBIની તપાસના સંદર્ભમાં આ આદેશ આપવામાં આવ્યો છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસમાં આ લાગુ નહીં પડે. કારણ કે આ તપાસ સુપ્રીમ કોર્ટના આદેશથી થઈ રહી છે. મહારાષ્ટ્ર સરકાર નથી ઇચ્છતી કે CBI ટીઆરપી કેસની તપાસ કરે.
CBI પાસ માટે મહારાષ્ટ્ર સરકારની મંજૂરી ફરજિયાત
કેન્દ્રીય તપાસ એજન્સી CBI ને હવે મંજૂરી વગર મહારાષ્ટ્રમાં પ્રવેશ નહીં મળે. ઉદ્ધવ ઠાકરે સરકારે બુધવારે CBI ને આપેલી સર્વસંમતિ પાછી ખેંચી લીધી હતી. આની સાથે CBIએ હવે મહારાષ્ટ્ર સરકારની મંજૂરી વિના મહારાષ્ટ્રના કોઈ કેસની તપાસ કરી શકશે નહીં.
TRP અંગે CBI ની તપાસ
આ મહિનાના શરૂઆતમાં ટીઆરપીના ગેરરીતિ મામલે એક ખાનગી ટીવી સામે તપાસ શરૂ કર્યા પછી વિવાદ શરૂ થયો છે. મંગળવારે ઉત્તર પ્રદેશ પોલીસે પણ એક જાહેરાત કંપનીના પ્રમોટરની ફરિયાદ પર આ કેસમાં ફિરાયાદ નોંધી હતી. જે બાદ ઉત્તર પ્રદેશ સરકારે આ કેસ CBIને સોંપ્યો છે.
ફરિયાદ નોંધાવી ત્યારે ટીઆરપી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. તેના આધારે મુંબઈ પોલીસે ટીઆરપી અંગે તપાસ શરૂ કરી હતી. મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીરસિંહે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને એક ખાનગી ટીવી પર ટીઆરપીને લઇ આરોપ લગાવ્યો હતો. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે આ મામલે અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરી છે.
આ રાજ્યોમાં પણ CBI તપાસ પર પ્રતિબંધ
- આંધ્રપ્રદેશ: 8 નવેમ્બર 2018 ના રોજ, આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુની સરકારે CBIને રાજ્યમાં તપાસ માટે આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
- છત્તીસગઢ : 10 જાન્યુઆરી, 2019 ના રોજ છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બધેલ સરકારે CBIની તપાસમાં આપવામાં આવેલી સામાન્ય સંમતિ પાછી લેવાનો નિર્ણય કર્યો હતો.
- પશ્ચિમ બંગાળ : પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીની સરકારે પણ 4 ફેબ્રુઆરી 2019 ના રોજ CBIને અપાયેલી સામાન્ય સહમતિ પાછી ખેંચી લીધી હતી.
- રાજસ્થાન : રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતની સરકારે રાજ્યમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે ત્રણ મહિના પહેલા જુલાઈ 2020 માં સામાન્ય સહમતિ પાછી ખેંચી લીધી હતી.