મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડવણીસે CM પદેથી રાજીનામુ આપ્યુ છે. ચૂંટણી પરિણામોમાં એક પણ પક્ષને બહુમતિ પ્રાપ્ત નથી થઈ. પરિણામોમાં ભાજપનું નબળુ પ્રદર્શન અને બાદમાં શિવસેનાએ ચૂંટમી પહેલા નક્કી કર્યા મુજબ 50-50ની ફોર્મ્યુલાની માંગણી કરતા બંને પક્ષો વચ્ચે સરકાર બનાવવા મુદ્દે વિક્ષેપ ઉભો થયો હતો. હવે આગામી કલાકો પર લોકોનું ધ્યાન મંડરાયેલુ છે કારણ કે રાજ્યપાલ શું નિર્ણય લે છે, તે જાણવુ રસપ્રદ બની રહેશે, ઉપરાંત મહારાષ્ટ્રમાં સરકાર બનશે કે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાશે તે પણ આગામી સમયમાં જાણવા મળશે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યાને 16 દિવસ બાદ પણ સત્તાની મડાગાંઠ ઉકેલાઈ નથી. 9 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થાય છે. આ જ કારણથી શનિવાર સુધીનો સમય મહારાષ્ટ્રના રાજકારણમાં મહત્વનો માનવામાં આવે છે. આજે રાજ્યપાલ સૌથી મોટી પાર્ટી જેની બેઠકો વિધાનસભામાં વધારે છે. તેને સરકાર બનાવવા આંમત્રણ આપી શકે છે.
નોંધનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં 105, શિવસેનાને 56 અને કોંગ્રેસને 44, અને NCP રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને 54 બેઠકો મળી હતી. શિવસેના 50-50ના ફોર્મુલા પર સરકાર બનાવવા માટે અડગ છે. મહત્વની બાબત એ છે કે, શિવસેના CM પદ માટે 50-50 ફોર્મ્યૂલા પર અડગ છે. શિવસેનાનું કહેવું છે કે, ભાજપની આ જ ફોર્મ્યૂલા પર અમે એકસાથે ચૂંટણી લડવા માટે રાજી થયા હતા અને બંને પાર્ટીઓની વચ્ચે આ પદ પર 50-50 ફોર્મ્યૂલા લાગૂ કરવી જોઈએ.
પ્રાપ્ત વિગતો મુજબ એ પણ છે કે, બંને દળ વચ્ચે આંતરિક વાતચીત ચાલુ છે અને બધુ બહુ જલદી ઠીક થઈ જશે. સત્તામાં ભાગીદારીના નવા સમીકરણ સામે આવે તેવી પણ શક્યતા સેેવાઈ રહી છે.