મુંબઈ: મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે દારૂના વેચાણને લઈને મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં હવે દારૂની હોમ ડિલિવરીને મંજૂરી આપવામાં આવી છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશમાં જણાવાયું છે કે, જેની પાસે દારૂ વેચાણનું લાઇસન્સ છે, તે ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL) - સ્પિરિટ, બીયર, માઇલ્ડ લિકર વાઇન ફક્ત તે દારૂના સંબંધમાં વેચે જેના માટે તેને વેચાણનું લાઇસન્સ આપવામાં આવ્યું છે.
આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, લાઇસન્સ ધરાવતા દુકાનદારોએ ખાતરી કરવી જોઈએ કે, જે પણ વ્યક્તિ દારૂ પહોંચાડે છે, તે માસ્કનો ઉપયોગ કરે છે અને સમય-સમય પર સેનિટાઇઝરનો ઉપયોગ કરે.
આદેશમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, લોકડાઉન અંગે રાજ્યમાં સરકાર નિર્ણય નહીં લે ત્યાં સુધી દારૂના વેચાણ અંગે અપાયેલા આદેશ અમલમાં રહેશે.