ETV Bharat / bharat

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં દાખલ - કોરોના પોઝિટિવ

દેશભરમાં રાજકીય નેતાઓથી લઈને મોટી મોટી હસ્તીઓ કોરોના સંક્રમણથી નથી બચી શકી. હવે વારો આવ્યો છે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાનનો. મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં દાખલ

author img

By

Published : Oct 26, 2020, 2:05 PM IST

  • મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર કોરોના પોઝિટિવ
  • અજિત પવારને બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા
  • હાલમાં અજિત પવારની સ્વાસ્થ્ય સ્થિતિ સારી છે

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક સંદેશમાં અજિત પવારે કહ્યું, તેમની સ્વાસ્થ્ય સ્થિતિ સારી છે.

થોડા સમય બાદ પરત ફરીશઃ પવાર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાએ કહ્યું, હું કોરોના વાઈરસથી સંક્રમિત થયો છું. ડોક્ટરોની સલાહથી તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થઈ ગયો છું. તેમણે કહ્યું, પાર્ટીના કાર્યકર્તાઓ અને નાગરિકો તેમના સ્વાસ્થ્ય માટે ચિંતા કરવાની જરૂર નથી. અને થોડો સમય આરામ કર્યા બાદ ફરી તેઓ પરત ફરશે. અજિત પવાર કોરોના પોઝિટિવ છે તે ગુરુવારે જાણવા મળ્યું હતું. છેલ્લા કેટલાક મહિનાઓથી મહારાષ્ટ્રના એક ડઝનથી વધારે પ્રધાનો કોરોના વાઈરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ સાથે રાજ્યના અન્ય નેતાઓ પણ કોરોનાથી બચી નથી શક્યા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.