ETV Bharat / bharat

લક્ઝરી કારનું વેંચાણ કરતી ગેંગનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 લોકોની ધરપકડ - પોલીસ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પોલીસે એક હાઇ પ્રોફાઇલ વાહન ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે. જેમાં લખનૌ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ પણ કરી છે. પકડાયેલા આરોપીઓમાં ભોજપુરી અભિનેતા અને ઉદ્યોગપતિ પણ સામેલ છે. પોલીસે આ ગેંગ પાસેથી 50 લક્ઝરી કાર કબ્જે કરી છે.

લક્ઝરી કારનું વેંચાણ કરતી ગેંગનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 લોકોની ધરપકડ

author img

By

Published : Jun 22, 2020, 5:57 AM IST

લખનૌ: લખનૌ પોલીસે એક ગેંગનો પર્દાફાશ કર્યો છે જે લક્ઝરી વાહનોની ચોરી કરતી હતી. ઉત્તર પ્રદેશથી લઈને દિલ્હી, હરિયાણા, અરૂણાચલ પ્રદેશ સુધી ગેંગનું નેટવર્ક હતું. જેમાં પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા પાસેથી બીએમડબ્લ્યુ, ફોર્ચ્યુનર અને મર્સિડીઝ જેવી 50 લક્ઝરી કાર મળી આવી છે.

લક્ઝરી કારનું વેંચાણ કરતી ગેંગનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 લોકોની ધરપકડ

પોલીસની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ ગેંગનું નેટવર્ક ભારતના તમામ રાજ્યોમાં ફેલાયેલું છે. વીમા કંપનીઓની સહયોગથી તેમનો ધંધો ખીલી ઉઠયો હતો. પોલીસ પકડાયેલા તમામની પુછતાછ કરી રહી છે.

આ ગેંગ ભારતભરમાં ફેલાઇ હતી

પોલીસ કમિશ્નર સુજિત પાંડેએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન ચિન્હાટ અને ડીસીપી પૂર્વ લખનૌ સર્વેલન્સ સેલની ટીમે ગેંગના સભ્યોની ધરપકડ કરી હતી. આ ગેંગ ખૂબ મોટી છે જે આખા ભારતમાં ફેલાયેલી છે. કાશ્મીરથી ચેન્નાઈ, બિહાર અને દિલ્હી સુધીના લોકો આ વ્યવસાયમાં સામેલ છે. હાલમાં ગેંગના પાંચ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.

ભોજપુરી કલાકાર પણ સામેલ છે

પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક ઉદ્યોગપતિ છે અને અન્ય ભોજપુરી કલાકાર પણ સામેલ છે. જેમની પાસેથી 50 લક્ઝરી કાર મળી આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.