નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ બુધવારે અયોધ્યામાં વિધિવત રીતે ભૂમિ પૂજન કર્યા બાદ મંદિર નિર્માણ માટે પ્રથમ ઇંટ મૂકી હતી. રામ મંદિરના શિલાન્યાસ અંગે રાષ્ટ્રપતિથી લઈને અનેક લોકોએ ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી છે.
રામની નગરી અયોધ્યામાં બુધવારે ઇતિહાસ રચાયો હતો. અનેક વર્ષોની રાહ જોયા બાદ મંદિર નિર્માણનું કામ શરૂ થયું છે. પીએમ મોદીએ રામ મંદિરની આધારશિલા મૂકી હતી. વડાપ્રધાન મોદીએ વિધિવત રીતે ભૂમિ પૂજન કર્યા બાદ મંદિર નિર્માણ માટે પ્રથમ ઇંટ મૂકી હતી. રામ મંદિરના શિલાન્યાસ અંગે રાષ્ટ્રપતિથી લઈને અનેક લોકોએ ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી છે. આ પ્રંસગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કર્યું છે.
રામ મંદિરની આધારશિલા મૂકવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે. રાહુલ ગાંધીએ લખ્યું છે કે, "મર્યાદા પુરુષોત્તમ રામ સર્વોત્તમ માનવીય ગુણોના સ્વરૂપ છે. તેઓ આપણા મનના ઉંડાણમાં રહેલી માનવતાની મૂળ ભાવના છે. રામ પ્રેમ છે. તેઓ ક્યારેય ધૃણામાં પ્રગટ ન થઈ શકે. રામ કરુણા છે. તેઓ ક્યારેય ક્રૂરતામાં પ્રગટ ન થઈ શકે. રામ ન્યાય છે. તેઓ ક્યારેય અન્યાયમાં પ્રગટ ન થઈ શકે."
નોંધનીય છે કે, અયોધ્યામાં પીએમ મોદીએ રામ મંદિરની પ્રથમ ઇંટ મૂકી હતી. આ સાથે જ ભૂમિ પૂજન સંપન્ન થયું હતું. નવ શિલાનું પૂજન કરવામાં આવ્યું હતું. વચ્ચે જે શીલા છે તે કૂર્મ શિલા છે. આ શિલાની બરાબર ઉપર રામલલ્લા વિરાજમાન છે.