ETV Bharat / bharat

લોકડાઉન, અનલોક અને મહિલા તસ્કરીમાં વધારો

કોવિડ-19 મહામારી અને તેને પગલે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે કેટલીક સમસ્યાઓ સર્જાઈ અને સામાન્ય જીવન ખોરવાઈ ગયું. ફેસ માસ્ક અને સેનિટાઈઝર્સના વપરાશ તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ હવે નવેસરનું સામાન્ય જીવન બન્યાં છે. પરંતુ લોકડાઉનની કેટલીક સકારાત્મક અસર પણ થઈ છે અને તે એ છે કે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આસામમાં બેરોકટોકપણે ચાલી રહેલો માનવ તસ્કરીનો વેપાર પડી ભાંગ્યો છે. આ રાજ્યોમાં મુખ્યત્વે મહિલા તસ્કરીનો ધીકતો ધંધો છે.

લોકડાઉન અનલોક અને મહિલા તસ્કરીમાં વધારો
લોકડાઉન અનલોક અને મહિલા તસ્કરીમાં વધારો
author img

By

Published : Aug 23, 2020, 10:24 PM IST

કોલકતા / ભુવનેશ્વર / ગુવાહાટી :

કેસ 1: ઉર્મિલા (નામ બદલ્યું છે)નાં લગ્ન નાની વયે થયાં હતાં. તે તેની ત્રીસીમાં પ્રવેશી ત્યાં સુધી પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગણામાં બદુરિયાની રહેવાસી હતી અને અહીં તે પોતાના સાંસારિક જીવનમાં પતિ, સાસરિયા, બાળકો અને સહુની સાથે સ્થાયી થઈ હતી. ઉત્તરાને તેના મોબાઈલ ફોનની સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ ઘનિષ્ઠ સાથી હતી અને એકવાર તે ઈન્ટરનેટ ખંગાળતી હતી, તે દરમ્યાન તેને એક યુવાનનો પરિચય થયો, જેનું નામ સિરાજુલ હતું. બંને વચ્ચે અવારનવાર ચેટિંગ થતું હતું અને તેઓ એકબીજા વિશે વધુ જાણકારીમાં આવ્યા તેમજ લોકડાઉન હળવું થતાં જ ઉત્તરા બારાસાતમાં સિરાજુલને મળી અને તેણે પોતાનું ઘર છોડી દેવાનું નક્કી કરી લીધું. પોલીસની દરમ્યાનગીરી નિષ્ફળ નીવડી, કેમકે મહિલાએ પોતે જ જણાવી દીધું કે તે સ્વેચ્છાએ ઉત્તર પ્રદેશમાં સિરાજુલ પાસે જવા માગે છે. તાજેતરમાં એક સ્થાનિક એનજીઓએ ઉત્તર પ્રદેશમાં ઉત્તરાનો પત્તો મેળવવાના પ્રયાસો કર્યા. થોડી વધુ ભાળ મેળવતા જાણવા મળ્યું કે તેને મુંબઈમાં વેચી દેવાઈ છે.

લોકડાઉન અનલોક અને મહિલા તસ્કરીમાં વધારો
લોકડાઉન અનલોક અને મહિલા તસ્કરીમાં વધારો

કેસ 2: ભારત-બાંગ્લાદેશની સરહદે આવેલા બોન્ગાંવની કોલેજની એક વિદ્યાર્થિની મિસ્ડ કોલ ફ્રેન્ડશીપ સર્વિસ દ્વારા એક યુવાનને મળી અને સમય જતાં બંનેએ નવી જિંદગી શરૂ કરવાનું નક્કી કર્યું. આ છોકરીએ ગુજરાત જવા માટે ઘર છોડી દીધું, પરંતુ કેટલાંક વેશ્યાગૃહોમાં ફેરવીને તેને મુંબઈ પહોંચાડવામાં હતી. તે પછી તેને પોલીસે બચાવી લીધી હતી.

કેસ 3: પશ્ચિમ બંગાળમાં બસિરહાટ નજીક સ્વરુપનગરમાંથી એક ઈંટના ભઠ્ઠામાંથી 15 વર્ષની છોકરીને બચાવી લેવામાં આવી હતી. તેને લગ્ન અને સુંદર જીવનનાં વચનો આપીને ઘરેથી ભગાડવામાં આવી હતી. સ્થાનિક એનજીઓના સભ્યને સૌપ્રથમ આ અંગે માહિતી મળી અને તે પછી તેણે ચાઈલ્ડ લાઈન (હેલ્પલાઈન) ઉપર જાણ કરી હતી. પોલીસ અને ચાઈલ્ડ લાઈનના સ્વયંસેવકોએ હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં છોકરીને એક ઈંટના ભઠ્ઠામાં તાળાબંધ રૂમમાંથી છોડાવાઈ હતી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે આ છોકરીને પહેલા પૂણે લઈ જવાની હતી અને તે પછી મુંબઈમાં દેહવ્યવસાય માટે લઈ જવાની હતી. ટ્રેનનો સામાન્ય વ્યવહાર ચાલુ ન હોવાથી છોકરીને લઈ જવાનો સમગ્ર પ્લાન ચોપટ થઈ ગયો.

સમગ્ર દેશમાં મુસાફરી ઉપર પ્રતિબંધો, લોકડાઉન અને સામાન્ય ટ્રેન વ્યવહાર રદ્દ થવાને કારણે ગેરકાયદેસર વેપાર ઉપર કામચલાઉ તાળાં લાગી ગયાં હતાં, જેની ઘણી યુવાન છોકરીઓનાં જીવનને અસર થઈ છે. અને હવે જ્યારે આપણે અનલોક-3માં પ્રવેશીશું અને વધુ પ્રતિબંધો ઉઠાવી લેવાશે, ત્યારે આ રાજ્યોનાં અંતરિયાળ વિસ્તારોમાં ફરી મહિલા તસ્કરીનું જોખમ તોળાશે. દેશના પૂર્વના વિસ્તારો મહિલા તસ્કરીના મુખ્ય કેન્દ્ર તરીકે નામચીન છે અને લોકડાઉનના નિયમો હળવા થતાં જ આ સંદિગ્ધ પ્રવૃત્તિઓનો સળવળાટ ફરી શરૂ થયો છે.

મસાજ પાર્લરોથી માંડીને ડાન્સ બાર્સ સુધી, વેશ્યાલયોથી માંડીને ખાનગી પાર્ટીઓ અને એસ્કોર્ટ સર્વિસીઝ સુધી મહિલાઓ, જેમાંથી ઘણી ખરી તો માત્ર નાની છોકરીઓ હોય છે, તેમને દલાલ કે વચેટિયા દ્વારા લલચાવવામાં આવે છે. આ વચેટિયા ગામડાં અને અંતરિયાળ વિસ્તારોમાં સંતાઈને બેઠા હોય છે અને કઈ છોકરીને ફસાવવી તેની તપાસ કરી રહ્યા હોય છે.

હૈદરાબાદના દિલસુખનગરની પોલીસે એ વિસ્તારમાંથી બે મહિલાઓને પકડ્યા બાદ તાજેતરમાં શિવકુમાર નામની એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ બંને મહિલાઓ પશ્ચિમ બંગાળની હતી. તપાસમાં જાણવા મળ્યું કે ચિન્ના નામનો માણસ આખી ગેંગ ચલાવતો હતો અને ગેંગના સભ્યો પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાંથી છોકરીઓની તસ્કરી કરતા હતા. હજુ ચિન્ના પકડાયો નથી.

બારાસાત ઉન્નાયન પ્રસ્તુતિ જેવી એનજીઓ, જે પશ્ચિમ બંગાળની ચાઈલ્ડ લાઈન સાથે જોડાઈને કામ કરી રહી છે, તેના જણાવ્યા મુજબ, મહામારી અને લોકડાઉનને કારણે ઓનલાઈન માધ્યમો દ્વારા નાની છોકરીઓને ફસાવવાની પ્રવૃત્તિ વધી છે.

એનજીઓના સેક્રેટરી રણજીત દત્તાએ જણાવ્યું કે “ભોગ બનતી મોટા ભાગની છોકરીઓની તેમને દેહવ્યવસાયમાં ધકેલવા માટે તસ્કરી કરાઈ હોય છે. ચોરાતી છોકરીઓમાંથી લગભગ 90 ટકા છોકરીઓને આ વ્યવસાયમાં ધકેલી દેવાય છે. બાકીની છોકરીઓ મસાજ પાર્લરો અને એસ્કોર્ટ સર્વિસીઝ જેવી અન્ય સેવાઓમાં પ્રવૃત્ત બનાવાય છે. તાજેતરમાં તસ્કરો પોતાના સંભવિત શિકારની શોધ ઓનલાઈન અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ મારફતે કરી રહ્યા છે. લોકો મોટા ભાગે ઘરની અંદર રહે છે અને ઓનલાઈન સેવાઓનો ઉપયોગ અનેકગણો વધ્યો છે તેમજ વચેટિયા શિકાર માટે ચાંપતી નજર રાખતા હોય છે.”

પશ્ચિમ બંગાળના મહિલા પંચનાં અધ્યક્ષા લીના ગંગોપાધ્યાયે ઈટીવી ભારતને જણાવ્યું કે લોકડાઉન દરમ્યાન રોજગાર ગુમાવતાં અનેક ગ્રામીણ પરિવારો વેરવિખેર થઈ ગયાં છે, જેને પગલે ગુનાઓ વધ્યા છે.

“મહિલા તસ્કરો બંગાળનાં ગામડાંઓમાં એવાં પરિવારોને લક્ષ બનાવે છે, જે પરિવારો ઉપર મહામારી અને લોકડાઉને કહેર વરસાવ્યો હોય. અને પશ્ચિમ બંગાળના દક્ષિણનાં પાંચ જિલ્લાઓમાં તો અમ્ફાન નામના વાવાઝોડાએ પણ વિનાશ વેર્યો હોવાથી સ્થિતિ વધુ દારુણ બની છે. આ વિસ્તારોના ગામડાંમાં વિસ્થાપિત અને દુઃખી થયેલી મહિલાઓ સહેલાઈથી તસ્કરોના છટકામાં ફસાઈ જાય છે. અમે સાવચેત છીએ અને સ્થિતિ ઉપર દેખરેખ રાખી રહ્યા છીએ.”, એમ લીનાએ જણાવ્યું હતું. ઉત્તર બંગાળમાં સિલિગુડી ઉત્તર પૂર્વની કિશોરીઓ અને મહિલાઓને દેહવિક્રયના વ્યવસાયમાં ધકેલવાનું કેન્દ્ર બન્યું છે અને દેશના જુદા જુદા હિસ્સાઓ ઉપરાંત નેપાળમાં પણ મહિલાઓને મોકલે છે.

સ્થાનિક ચાઈલ્ડ લાઈનના ઈનચાર્જ સોનુ શર્માએ જણાવ્યું કે લોકડાઉન દરમ્યાન મહિલા તસ્કરીની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. પરંતુ રેલવેનાં કામકાજ સંપૂર્ણપણે ચાલુ થતાં જ આ પ્રવૃત્તિ ફરી ધમધમવા લાગશે. અમે સશસ્ત્ર સુરક્ષા બળના અધિકારીઓ તેમજ ઈન્ડો-નેપાલ અને ઈન્ડો-ભુતાન સરહદો અને ભારત-બાંગ્લાદેશની સરહદે તૈનાત બીએસએફના અધિકારીઓ સાથે મળીને ભારતમાં આવતી અને ભારતમાંથી જતી તમામ મહિલાઓ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છીએ.

ઉત્તર બંગાળમાં કાંચનજંગા રેસ્ક્યુ સેન્ટર નામે એક પ્રતિષ્ઠિત એનજીઓ કાર્યરત છે. સેન્ટરના પ્રભાત પાઠક જણાવે છે કે પરંપરાગત રીતે, ન્યુ જલપાઈગુડી રેલવે સ્ટેશન, બાગડોગરા એરપોર્ટ અને પાડોશી રાજ્ય બિહારમાં કિશનગંજમાંથી પસાર થતા રસ્તાઓ તસ્કરોના મનપસંદ માર્ગો છે.

પાઠક જણાવે છે કે અત્યાર સુધીમાં અમે નોંધ્યું છે કે મહિલા તસ્કરો છોકરીઓને આસામ લઈ જાય છે અને તે પછી મિઝોરમ લઈ જાય છે. ત્યાંથી આ છોકરીઓને હવાઈ માર્ગે દિલ્હી તેમજ દેશના અન્ય વિસ્તારોમાં લઈ જવાય છે. પરંપરાગત માર્ગો ઉપર કડક તપાસમાંથી છટકવા આ વિકલ્પ અપનાવાય છે. અમે પોલીસને આ બાબતે જાણ કરી છે, પરંતુ અનલોક થતાં જ મહિલા તસ્કરીની સંખ્યામાં કેટલોક વધારો જોવા મળશે. આપણે વધુ સાવચેત રહેવું જોઈએ.

આસામમાં ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ફોર લાઈફ ડેવલપમેન્ટના જનરલ સેક્રેટરી ડૉ. રજીબ સર્મા અને સેવ ધ ચિલ્ડ્રનના આસિસ્ટન્ટ પ્રોગ્રામ મેનેજર દેબો પ્રસાદ સર્માનો પણ આવો જ અભિપ્રાય છે.

દેબો પ્રસાદ જણાવે છે કે ફક્ત લોકડાઉન જ નહીં, પરંતુ વિનાશક પૂરને કારણે પણ આસામના 27 જિલ્લા અસરગ્રસ્ત થયા છે અને લગભગ 54 લાખ લોકો અસહાય બન્યા છે. આને પગલે રાજ્યની ગ્રામીણ વસ્તીની સમસ્યાઓ વધુ વણસી હોવાથી મહિલા તસ્કરીમાં વધારો જોવા મળશે.

આસામ કમિટી ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (એસીપીસીઆર)એ તમામ જિલ્લા અધિકારીઓને મહિલા તસ્કરી કરનારા કોવિડ-19 મહારમારી અને પૂરની હાલની સ્થિતિનો લાભ ઉઠાવે નહીં તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.

છેલ્લા પાંચ મહિના દરમ્યાન ફક્ત ભુવનેશ્વરમાંથી જ એનજીઓ અને સરકાર દ્વારા 20 બાળકોને બચાવી લેવાયાં છે. પોલીસ અને રાજ્યના ચાઈલ્ડ લાઈન સ્વયંસેવકો પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યા છે અને તેમનું કહેવું છે કે લોકડાઉનના નિયમો હળવા થતાં જ સ્થિતિ વણસી છે. એનજીઓએ નોંધ્યું છે કે પ્રત્યેક મોટી કુદરતી આપત્તિ બાદ રાજ્યમાં બાળકો અને મહિલાઓની તસ્કરીના કિસ્સાઓની સંખ્યા વધે છે.

આવી જ સ્થિતિ વર્ષ 1999માં સુપર સાયક્લોન બાદ જોવા મળી હતી, આ વાવાઝોડાએ રાજ્યનો સમગ્ર દરિયાકિનારો છિન્નભિન્ન કરી નાંખ્યો હતો. કુદરતી હોનારત સમયે આ વિસ્તારમાંથી 10,000થી વધુ છોકરીઓની તસ્કરી થઈ હતી અને મોટા ભાગની છોકરીઓને લગ્નનાં ખોટાં વચનો આપીને લલચાવવામાં આવી હતી. હાલની મહામારીની સ્થિતિ પણ આવી જ છે અને આપણે જેમ જેમ અનલોકના વધુને વધુ તબક્કાઓ ખૂલતાં જશે, તેમ વધુને વધુ સાવધાન રહેવું પડશે., એમ રાજ્યની ચાઈલ્ડ વેલફેર કમિટીના એક સભ્યએ જણાવ્યું હતું.

લોકડાઉન અને મુસાફરી ઉપર પ્રતિબંધોને કારણે દેશના પૂર્વીય પ્રદેશોમાં મહિલાઓ અને કિશોરીઓની તસ્કરીનો દર ઘટ્યો હતો. અનલોક 3 અને નિયંત્રણો વધુ હળવાં બનવાને પગલે સ્થિતિ ક્રમશઃ વધુ ખરાબ થશે.

ઈટીવી ભારત, પૂર્વ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.