મુંબઇ: મહારાષ્ટ્ર સરકારે દારૂ વેચનારને અથવા ઓનલાઈન દ્વારા દારૂ ઘરે પહોંચાડવાની મંજૂરી આપી નથી. જેથી લોકો આ પ્રકારની ભ્રામક જાહેરાતો ભોગ ન બને તે માટે રાજ્યના આબકારી વિભાગે શનિવારે લોકોને આ અંગે માહિતી આપી હતી.
એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પર દારૂ ઘરે પહોંચાડવા અંગેના આવા તમામ સમાચાર બનાવટી છે અને લોકોને તેમના નાણાં છીનવવા માટેના આ રીતે લોભામણી જાહેરાતો મોકલે છે.
નોંધનીય છે કે, 24 માર્ચથી 10 એપ્રિલની વચ્ચે લોકડાઉન દરમિયાન દારૂના ગેરકાયદેસર ઉત્પાદન, પરિવહન અને વેચાણના મામલામાં 2,281 કેસ નોંધાયા છે, અને 892 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આબકારી વિભાગે આ સમયગાળા દરમિયાન 5.5 કરોડ રૂપિયાના દારૂ અને 107 વાહનો કબ્જે કર્યા હોવાનું જણાવ્યું હતું. સાથે જ લોકોને આવી ભ્રામક જાહેરાત ફેલાનાર લોકો અંગે જાણ કરવા માટે ટોલ ફ્રી સંપર્ક નંબર 18008333333 અને વોટ્સએપ નંબર 8422001133 પર ટીપ ઓફ આપવામાં આવવા જણાવ્યું હતું.