ઝારખંડમાં 81 વિધાનસભા સીટો માટે 30 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધીમાં પાંચ તબક્કામાં મતદાન થશે. પાસવાને કહ્યું હતું કે, પાર્ટીના રાજ્ય યુનિટે ઝારખંડ વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. એવું નક્કી કર્યું છે કે, પાર્ટી ઝારખંડમાં એકલા હાથે 50 સીટો પર ઉમેદવાર ઉતારશે.
લોજપા ભાજપ સાથે ગઠબંધન કરવા ઈચ્છતી હતી, પણ ભાજપે વધું રસ દાખવ્યો નહોતો. ભાજપનું માનવું છે કે, સ્થાનિક પાર્ટીઓનું રાજ્યના મતદારોને આપવા માટે ખાસ કશુંય નથી. જો કે, ભાજપ અને લોજપા બિહારમાં ગઠબંધન સાથે સહયોગી છે.
બિહારમાં ભાજપની એક અન્ય સહયોગી જદયુંએ પણ ઝારખંડમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ભાજપને સોમવારે ત્યારે ઝાટકો લાગ્યો, જ્યારે ઝારખંડમાં સહયોગી આજસુએ ભાજપના વરિષ્ઠ નેતાની સામે પોતાનો ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી.
ઉલ્લેખનીય છે કે, હાલમાં કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને લોક જનશક્તિ પાર્ટીનું કમાન પોતાના દિકરા ચિરાગ પાસવાનને સોંપી દીધી છે.