ETV Bharat / bharat

ચિરાગ પાસવાને  સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો, જાણો શું કહ્યું? - પટના

સુપ્રીમ કોર્ટે સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે CBI તપાસને મંજૂરી આપી છે. જેના પર એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, ugx કોર્ટના આ નિર્ણયનું સ્વાગત કરું છું.

LJP National President Chirag Paswan welcome Supreme Court decision on ssr case

author img

By

Published : Aug 19, 2020, 2:28 PM IST

પટનાઃ સુશાંતસિંહ રાજપૂત કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર લોજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ચિરાગ પાસવાને ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરૂં છું. તપાસ સીબીઆઇને સોંપવાની માગ કરવામાં આવી હતી. હવે જ્યારે સીબીઆઇ તપાસ માટે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે, તો આ જીત સુશાંતસિંહ રાજપૂતના કરોડો પ્રશંસકોની સાથે તેના પિતા તેમજ પરિવારની છે.

ચિરાગ પાસવાનની પ્રતિક્રિયા

તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે, હવે જલ્દી સીબીઆઇ બધા પાસાઓ પર કામ કરશે. હવે આ મામલે સત્ય સામે આવશે. એ લોકોના નામ પણ હવે સામે આવશે, જેમણે આ કેસને ભટકાવવાના પ્રયાસો કર્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે, આ કેસની દિશાને ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુશાંતના પરિવારને આજે ઘણી રાહત મળી હશે.

સીબીઆઇ તપાસની મંજૂરી

સુપ્રીમ કોર્ટે સુશાંતસિંહ કેસ મામલે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે CBI તપાસને મંજૂરી આપી છે. કોર્ટે આ નિર્ણય સંભળાવતા એમ પણ કહ્યું કે, મુંબઇ પોલીસે આ કેસમાં તપાસ કરી નથી, પરંતુ માત્ર ઇન્કવાયરી કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આ કેસ સાથે જોડાયેલા દરેક મામલે સીબીઆઇ તપાસ કરશે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપતા કહ્યું કે, મુંબઇ પોલીસ તમામ પુરાવાને આગળની તપાસ માટે સીબીઆઇને સોંપશે. કોર્ટે એમ પણ કહ્યું કે, બિહાર પોલીસને FIR દાખલ કરવાનો અધિકાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.