ETV Bharat / bharat

ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન મોદીના ફોટાના ઉપયોગને લઈને પાસવાને નીતિશ કુમાર પર કર્યા પ્રહાર - ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદી ફોટો

બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. એવામાં દરેક નેતાઓ એકબીજા ઉપર પ્રહાર કરી રહ્યા છે. લોકસભા અધ્યક્ષ ચિરાગ પાસવાને ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદીના ફોટાના ઉપયોગને લઈને નીતિશ કુમાર પર પ્રહાર કર્યો છે.

Chirag paswan
Chirag paswan
author img

By

Published : Oct 14, 2020, 6:09 PM IST

પટના: બિહાર વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરને લઇ થયેલા નિવેદનોની વચ્ચે લોજપા અધ્યક્ષ ચિરાગ પાસવાને ફરી એકવાર સીએમ નીતિશ કુમાર પર શાબ્દિક પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી અમારા દિલમાં વસેલા છે માટે મોદીની તસવીર ઉપયોગ કરવાની જરૂર જેડીયુ અને નીતીશ કુમારને છે અમારે નહીં.

હકીકતમાં વાત એમ છે કે, જ્યારથી લોજપા એનડીએમાંથી બહાર થઇ ત્યારથી પીએમ મોદીના ફોટાને લઇ નિવેદનો થઈ રહ્યા છે. બીજેપી અને જેડીયુ નેતાઓનું કહેવું છે કે, ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીના ફોટાનો ઉપયોગ એ લોકો જ કરી શકે જે એનડીએનો હિસ્સો હોય. જેને લઇ ચિરાગ પાસવાને સીધો જ નીતિશ કુમાર પર રાજકીય પ્રહાર કર્યો છે.

અમારી વિચારધારા વડાપ્રધાનની વિચારધારા સાથે મળે છે...

પાર્ટીના નેતાઓ સાથે યોજાયેલી એક બેઠકમાં ચિરાગ પાસવાને કહ્યું હતું કે, બિહાર વિધાનસભા ચૂંટણીમાં 'બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટ'નો મુદ્દો ચૂંટણીમાં છવાયેલો રહેશે. તેમણે કહ્યું કે હું બિહારી છું મને બિહારી પર ગર્વ છે. તેમણે પોતાના ઉમેદવારોને સ્પષ્ટ રીતે કહી દીધું છે કે, લોજપા વખતે સભાની ચૂંટણીમાં જનતા પાસેથી જાતિ કે ધર્મના આધારે નહીં પરંતુ ‘બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટ'ના નામે મત માંગશે. પાસવાને વધુમાં ઉમેર્યું કે આપણા વિચારો વડાપ્રધાન ના વિચારો સાથે મળે છે, તેમની સાથે આપણો દિલથી સંબંધ જોડાયેલો છે, એક પિતાની જેમ તેમણે મને સાથ આપ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.