નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે મીટિંગમાં થયેલી ચર્ચા અંગે મીડિયાને માહિતી આપતા કહ્યું કે, બેઠકમાં ખેડૂતોના ફાયદા અંગે ચર્ચા થઈ. કોરોના લોકડાઉન પછી સરકાર ગરીબો પ્રત્યે સંવેદનશીલ રહી છે.
- 80 કરોડ લોકોને રાશન આપવામાં આવ્યું હતું. તેમજ ગલીના વિક્રેતાઓને 10,000 સહાય આપવામાં આવશે.
- ગરીબોને 1 લાખ 70 હજાર કરોડની સહાય આપવામાં આવી છે. 50 લાખ ગલી વિક્રેતાઓને લાભ મળશે.
- શહેરી અને મકાન મંત્રાલયે વિશેષ માઇક્રો ક્રેડિટ યોજના શરૂ કરી છે.
- ગલી (શેરી)ના વિક્રેતાઓને મદદ કરવાની આ યોજના છે. આ યોજનાનો લાભ 50 લાખ લોકોને મળશે.
- MSMEને લોન આપવા માટે 3 લાખ કરોડની યોજના.
મોદી સરકારના બીજા કાર્યકાળની પહેલી વર્ષગાંઠ બાદ વડાપ્રધાન મોદીએ તેમની પ્રથમ બેઠક કરી હતી. કેન્દ્રીય કેબિનેટની આ બેઠક વડાપ્રધાન મોદીના અધ્યક્ષ સ્થાને હતી.
આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ પણ હાજર રહ્યા હતા.