ઝારખંડમાં ચોથી વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. જેના માટે પાંચ તબક્કામાં મતદાન યોજાયું હતું. આ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે. વિધાનસભાની ચૂંટણીમાં 1216 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. જેમાં 128 મહિલા ઉમેદવારો પણ હતા.
મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ
વિધાનસભા સીટ- 81
જનરલ સીટ-44
એસસી-09
એસટી-28
કુલ મતદારો- 23016656
પુરુષ મતદારો-11941896
મહિલા મતદારો-11074468
ઉમેદવારો 1216
મહિલા ઉમેદવાર-128
સૌથી વધુ ઈચાગઢમાં ઉમેદવાર-31
સૌથી ઓછા સરાયકેલામાં ઉમેદવાર-07
સૌથી મોટી વિધાનસભા- 52511 મતદારો
સૌથી નાની વિધાનસભા-174337 મતદારો
રાંચી: ઝારખંડમાં 81 વિધાનસભા સીટો પર શુક્રવારના રોજ પાંચમા તબક્કાનું મતદાન થયું હતું. મતદાન બાદ સોમવારના રોજ મતગણતરી શરુ થશે. જેવીએમના બાબૂલાલ મરાંડી અને આજસૂના સુદેશ મહતો આગામી સરકારમાં કિંગમેકરની ભૂમિકા નિભાવી શકે છે.
ઝારખંડ વિધાનસભાની 81મી સીટો માટે પાંચમા તબક્કાનું મતદાન 30 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી થયું હતું. તમામ સીટો માટે EVMમાં બંધ મતોની ગણતરી 23 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે.24 જિલ્લા મુખ્યાલયોમાં સવારના 8 વાગ્યાથી મતગણતરી શરુ થશે.
મતગણતરી વધુમાં વધુ ચતરામાં 28 રાઉન્ડ અને સૌથી ઓછી 2 રાઉન્ડ ચંદનકિયારી અને તોરપા સીટ પર થશે. ચૂંટણી પંચે જિલ્લાના મુખ્યાલયમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જોર શોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો.રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સભાઓ ગજવી હતી. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 5 અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ રેલીઓ સંબોધિત કરી હતી.
ઝારખંડમાં ફરી ભાજપની સરકાર બનશે કે કોંગ્રેસ પુનઃ સત્તા સ્થાપિત કરશે તેની પર દેશવાસીઓની નજર રહેશે.મતગણતરીના દિવસે જે સૌની નજર જમશેદપુરની પૂર્વ સીટ પર રહેશે. મુખ્યપ્રધાન રઘુવર દાસ વર્ષ 1995થી આ સીટ પર જીત મેળવી છે. તેમના વિરુદ્ધ તેમના પૂર્વ કેબિનેટ સહયોગી સરયૂ રાય મેદાનમાં છે.
રાયે પાર્ટીમાંથી ટિકીટ ન મળ્યા બાદ મુખ્યપ્રધાનના રસ્તા પર કાંટો બનવાનું નક્કી કર્યુ હતું.અન્ય મહત્વપુર્ણ સીટ છે દુમકા અને બરેટ જ્યાં ઝારખંડ મુક્તિ મોર્ચાના કાર્યકારી અધ્યક્ષ અને પૂર્વ મુખ્યપ્રધાન હેમંત સૌરેન ચૂંટણી લડી રહ્યા છે. દુમકામાં તે સમાજ કલ્યાણ પ્રધાન લુઈસ મરાંડી વિરુદ્ધ મેદાનમાં છે. આ સાથે જ NRC બિલ અને CAA લાગુ કર્યાના સમયગાળામાં આ ચૂંટણી યોજાઈ છે, ત્યારે શું આ પરિણામ કેન્દ્ર સરકારના નિર્ણયની અસર હશે કે કેમ? તેનું પણ વિશ્લેષણ મળી રહેશે.