ETV Bharat / bharat

SP સહિત અનેક સસપેન્ડ, પોલીસ તેમજ કેસ સાથે જોડાયેલા લોકોના થશે નાર્કો ટેસ્ટ - રાહુલ ગાંધી

હાથરસ મામલે યોગી સરકારે કડક વલણ રાખ્યું છે. યોગી સરકારે હાથરસ જિલ્લાના એસપી અને ડેપ્યુટી એસપી સહિત પાંચ પોલીસકર્મીઓને સસપેન્ડ કર્યા છે. આ સાથે જ વાદી-પ્રતિવાદી પ્રશાસન બધા જ લોકોને નાર્કો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવશે.

CM Yogi Adityanath
CM Yogi Adityanath
author img

By

Published : Oct 3, 2020, 8:58 AM IST

લખનઉઃ હાથરસ કેસ બાદ દેશભરમાં વિરોધ બાદ શુક્રવારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે મૌન તોડતા કહ્યું કે, અપરાધીઓનો નાશ સુનિશ્ચિત છે અને થોડા સમય બાદ જ હાથરસ જિલ્લાના એસપી અને ડેપ્યુટી એસપી સહિત પાંચ પોલીસકર્મીઓને સસપેન્ડ કરવામાં આવ્યા હતા.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પ્રાથમિક તપાસ રિપોર્ટના આધારે હાજર એસપી વિક્રાંત વીર, ડીએસપી રામ શબ્દ અને ઇન્સપેક્ટર દિનેશ કુમાર વર્મા સહિત અનેક પોલીસકર્મી વિરૂદ્ધ સસપેન્શનની કાર્યવાહીનો નિર્દેશ કર્યો છે. આ સાથે જ આ કેસ સાથે જોડાયેલા પ્રશાસનના બધા લોકોના નાર્કો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરાવવામાં આવશે.

વિનીત જાયસવાલ બન્યા હાથરસના નવા એસપી

હાથરસ કાંડને વિપક્ષની સાથે-સાથે બીજેપી સંગઠન અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નારાજગી બાદ અંતે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નિર્દેશ પર હાથરસના એસપી વિક્રાંત વીર, સીઓ સહિત પાંચ પોલીસકર્મીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જો કે, બધા જિલ્લાધિકારી વિરૂદ્ધ કાર્યવાહીની વાત શાસન તરફથી સ્પષ્ટ કરવામાં આવી નથી. તે સાથે જ આ કેસ સાથે સંકળાયેલા તમામ લોકોના નાર્કો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરાવવાનો આદેશ શાસન તરફથી આપવામાં આવ્યો છે. એસપી શામલી વિનીત જાયસવાલને એસપી હાથરસના પદ પર તૈનાત કરવામાં આવ્યા છે.

અધિકારીઓના સસપેન્શન પર પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા

યોગી સરકારની આ કાર્યવાહી પર પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, યોગી અમુક મોહરાઓને સસપેન્ડ કરવાથી શું થશે? હાથરસ પીડિતા, તેના પરિવારને ભીષણ કષ્ટ કોના ઓર્ડર પર આપવામાં આવ્યો? હાથરસના ડીએમ, એસપીના ફોન રેકોર્ડ્સ સાર્વજનિક કરવામાં આવે, મુખ્ય પ્રધાન પોતાની જવાબદારીથી દૂર થવાનો પ્રયાસ ન કરે, દેશ જોઇ રહ્યો છે. પ્રિયંકાએ સીએમ યોગીના રાજીનામાની માગ કરી છે.

Priyanka Gandhi
પ્રિયંકા ગાંધીનું ટ્વીટ

SIT પાસે માગવામાં આવેલા રિપોર્ટ બાદ કાર્યવાહી

હાથરસ ઘટના બાદ વિપક્ષની સાથે- સાથે બીજેપીની અંદર પણ તમામ પ્રકારના પ્રશ્નો ઉઠ્યા હતા અને કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી, જે બાદ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે એસઆઇટીની ગઠિત કમિટી પાસે પ્રાથમિક રિપોર્ટની માગ કરી અને મોડી સાંજે તેને સસપેન્ડ કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ જિલ્લાધિકારી પ્રવીણ કુમારને સસપેન્ડ કરવામાં આવ્યા નથી. તેમને પદ પરથી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે. જો કે, શાસન પાસેથી મળતી માહિતી અનુસાર અત્યાર સુધી એસપી હાથરસ ડિપ્ટી એસપી ઇન્સપેક્ટર દરોગા સહિત અન્ય પોલીસકર્મીઓને મળીને કુલ પાંચ લોકોને સસપેન્ડ કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.