ETV Bharat / bharat

આખરે આ કોરોનાથી ક્યારે મળશે મુક્તિ? આ રહ્યું કોરોનાની 10 આશાસ્પદ રસીઓનું લીસ્ટ

ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 93 લાખને વટાવી ગઈ છે. સંક્રમણને કારણે 1.3 લાખથી વધુ લોકોના મોત થયા છે. કોરોના વાઇરસથી ફેલાયેલી મહામારીને કારણે સામાજીક અને આર્થિક માળખાને અભૂતપૂર્વ નુકસાન થયું છે. રસી આવ્યા બાદ જ લોકોને રાહત મળે તેમ લાગી રહ્યું છે. વિશ્વભરમાં લગભગ 100થી વધુ રસીઓ વિકાસના તબક્કે છે. ત્યારે આવો એવી 10 રસીએ વિશે જાણીએ જે આ ભયંકર મહામારીમાંથી દેશને મુક્તિ અપાવી શકે તેમ છે.

આખરે કોરોનાથી ક્યારે મળશે મુક્તિ? આ રહ્યુ 10 આશાસ્પદ કોરોનાની રસીઓનું લીસ્ટ

author img

By

Published : Nov 27, 2020, 6:24 PM IST

Updated : Dec 4, 2020, 1:26 PM IST

હૈદરાબાદ: કોરોના વાઇરસ મહામારીને એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યુ છે. વિશ્વવ્યાપી આ વાઇરસથી 6 કરોડથી વધુ લોકો હાલમાં સંક્રમિત છે અને 14 લાખથી વધુ લોકો મોતને ભેટી ચૂક્યા છે. સામાન્ય જનજીવનના દરેક પરિમાણો આ ખતરનાક વાઇરસથી પ્રભાવિત થયા છે.

આખી દુનિયાની નજર હવે રસી પર છે. વિશ્વભરમાં લગભગ 100થી વધુ રસીઓ વિકાસના તબક્કે છે. કેટલાકના પ્રારંભિક પરિણામો આશાસ્પદ પણ છે. જો કે, નિષ્ણાતો માને છે કે રસી આવી જવાથી બધી ચિંતાઓ દૂર નહીં થઇ જાય.

આ છે કોરોના વાઇરસની 10 એવી રસીઓ કે જેના પરિણામો પર સૌ કોઇ આશા રાખીને બેઠા છે.

1-ભારત બાયોટેક - Covaxin

સ્વદેશી રસી કોવેક્સિન ભારત બાયોટેક અને ICMR સંસ્થાના નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ વાઇરોલોજી સાથે મળીને સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે.

રસી ઉત્પાદક ભારત બાયોટેકે જણાવ્યું હતું કે રસીના ત્રીજા તબક્કાના પરીક્ષણો શરૂ થઈ ગયા છે. ફેઝ -3 ટ્રાયલમાં સમગ્ર ભારતમાંથી 26 હજાર સ્વયંસેવકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનું સંચાલન ICMRના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.

આ વેક્સિન આવતા વર્ષ પહેલાં ઉપલબ્ધ થશે નહીં.

આખરે કોરોનાથી ક્યારે મળશે મુક્તિ? આ રહ્યુ 10 આશાસ્પદ કોરોનાની રસીઓનું લીસ્ટ

2-ઝાયડસ કેડિલા - ZyCoV-D

દવા ઉત્પાદક ઝાયડસ કેડિલાએ ભારતના બાયોટેકનોલોજી વિભાગના સહયોગથી ઝાયકોવ-ડી રસી વિકસાવી છે. તેના ત્રીજી રાઉન્ડનું ટ્રાયલ ટૂંક સમયમાં જ શરૂ થશે. જો ત્રીજા રાઉન્ડમાં બધું બરાબર રહ્યુ તો આ રસી આવતા વર્ષ સુધીમાં લૉન્ચ થઇ શકશે.

3-સીરમ ઇન્સ્ટિટ્યુટ - Covishield / CHAdOx1

ઓછી કિંમત અને ઉંચા તાપમાન પર પણ ટકાઉ રહેવાની સુવિધાને જોતા ઑક્સફર્ડ યુનિવર્સિટીની કોવિડ -19 રસી ભારત માટે વધુ યોગ્ય છે. તે મોડર્ના, ફાઇઝર અથવા સ્પુટનિક વી જેવી રસીઓની તુલનામાં વધુ વ્યવહારુ વિકલ્પ છે. જો કે વૈજ્ઞાનિકો કહે છે કે રસી હજુ પ્રારંભિક તબક્કામાં છે, તેથી તેનું સંપૂર્ણ વિશ્લેષણ કરવું મુશ્કેલ છે.

અગ્રણી ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા અને ઑક્સફર્ડ યુનિવર્સિટીના સહયોગથી ઉત્પાદિત થનાર CHADOX1 ENCOV-2019 રસી, કે જેને કોવિશિલ્ડ નામ આપવામાં આવ્યું છે, તેને ત્રીજા તબક્કાના પરીક્ષણ દરમિયાન 70.4 ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.

ભારતમાં કુલ 15 કેન્દ્રો પર તેનું પરીક્ષણ ચાલી રહ્યુ છે. પરીક્ષણમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે. જો બધુ વ્યવસ્થિત રહે તો એપ્રિલ 2021 સુધીમાં આ રસી બજારમાં આવી જશે. તેની પ્રારંભિક કિંમત આશરે 250 રૂપિયા હોવાનો અંદાજ છે.

4- સ્પુટનિક 5 Sputnik-V

રશિયાના ગૈમેલેયા નેશનલ સેન્ટર ઑફ એપિડેમિયોલોજી અને માઇક્રોબાયોલોજી દ્વારા તેને વિકસિત કરવામાં આવી છે. રશિયાએ દાવો કર્યો છે કે આ રસી 95 ટકા અસરકારક છે.

ટૂંક સમયમાં જ ભારતમાં આ રસીની ત્રીજા તબક્કાની ટ્રાયલનું આયોજન કરવામાં આવશે

ડૉ. રેડ્ડીના સહઅધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર જી.વી.પ્રસાદે જણાવ્યું હતું કે, તબક્કો 1 અને 2 માં સ્પુટનિક 5 ની રસીના પરિણામો સારા આવ્યા છે. ટૂંક સમયમાં ભારતમાં ત્રીજા તબક્કાના પરીક્ષણો હાથ ધરવામાં આવશે. ભારતીય નિયમનકારોની જરૂરીયાતોને ધ્યાનમાં લઈને અમે રસી ભારત લાવવા RDIF સાથે ભાગીદારી કરી રહ્યા છીએ. આશા છે કે સ્પુટનિક વીની રસી ભારતમાં કોરોના સામેની લડતનો એક વિશ્વસનીય વિકલ્પ બનશે. આ રસીની કિંમત શું હશે તે હજી સ્પષ્ટ નથી.

5-મોડર્ના - mRNA

અમેરિકન કંપની મોડર્નાની રસી દર્દીઓને બચાવવામાં 94 ટકા અસરકારક છે. આ રસી 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર વધુ સુરક્ષિત રહે છે અને માઇનસ 20 ડિગ્રી સેલ્સિયસ (માઈનસ 4 ફેરનહિટ) ના તાપમાને છ મહિના સુધી સુરક્ષિત રહી શકે છે.

તે રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાના સહયોગથી બનાવવામાં આવી છે. 30 થી વધુ લોકો તેના પરીક્ષણ સાથે જોડાયેલા છે.

તેની કિંમત આશરે 2500 રૂપિયાની આસપાસ હશે, જો કે તેના સંગ્રહની મુશ્કેલીઓને કારણે ભારતમાં તે ભાગ્યે જ ઉપલબ્ધ થશે.

6 ફાઇઝર- BNT162b2 mRNA

અમેરિકાની દવા બનાવતી કંપની ફાઇઝરનો દાવો છે કે તેની કોરોના રસી ક્લીનીકલ ટ્રાયલમાં 90 ટકા કારગર સાબિત થઇ છે. આ મહિનાના અંત સુધીમાં આ કંપનીને રસી વેચવાની મંજૂરી મળી શકે છે.

Pfizer પોતાના પાર્ટનર BioNTech સાથે કોરોના રસી બનાવી રહ્યુ છે. Pfizer અમેરિકન કંપની છે જ્યારે BioNTech જર્મન કંપની છે. તેમની રસીનું 94 કોરોના દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાંથી 90 પર તે સફળ રહ્યું હતું. હજી આ રસી પરીક્ષણના તબક્કામાં જ છે પરંતુ તેના પરિણામો વડે દુનિયાભરમાંથી કોવિડની નાબૂદીનો રસ્તો ખૂલે તેવી શક્યતાઓ છે. મોડર્નાની જેમ આ રસીનો પણ અત્યંત ઠંડા તાપમાનમાં સંગ્રહ કરવો પડશે આથી તેનું પરિવહન અઘરી બાબત બની રહેશે. તે ભારતમાં ક્યારે પહોંચશે તે સ્પષ્ટ નથી.

7. કોરોના વેક- CoronaVac

ચીનની દવા ઉત્પાદક કંપની સીનોવેક બાયોટેક દ્વારા કોરોના વેક નામથી એક રસી વિકસાવાઇ હતી. જુલાઇ મહિનામાં બ્રાઝિલમાં તેનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ થયું હતું. જેના પછી ઇન્ડોનેશિયા અને તુર્કીમાં પણ તેનું પરીક્ષણ શરૂ થયું હતું. જો કે સીનોવેકે આ રસીની અસરકારકતા પર સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ બ્રાઝિલ સરકારે જણાવ્યું છે કે તે સૌથી સુરક્ષિત રસીઓમાંની એક છે.

8 નોવાવેક્સ- Novavax

મેરીલેન્ડ સ્થિત નોવાવેક્સ સૂક્ષ્મ કણો પર પ્રોટીન લગાવીને રસી બનાવે છે. નોવાવેક્સે યુનાઇટેડ કિંગ્ડમ ખાતે ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કરી દીધું છે જેમાં 15 હજાર લોકોએ ભાગ લીધો છે. નોવાવેક્સ ભારતમાં રસીનું ઉત્પાદન કરનારી સીરમ ઇન્સ્ટિટ્યુટ સાથે મળી એક વર્ષમાં 2 કરોડથી પણ વધુ રસીઓનું ઉત્પાદન કરશે.

9-એડ 5

ચાઇનીઝ કંપની CanSino Biologics એ નેશનલ સૈન્ય ચિકિત્સા વિજ્ઞાન અકાદમીના જીવવિજ્ઞાન સંસ્થાનોની સાથે ભાગીદારીમાં એડિનોવાઈરસ પર આધારિત એક રસી વિકસાવી છે. ઑગસ્ટમાં CanSino Biologicsએ સાઉદી અરબ, પાકિસ્તાન અને રશિયા સહિતના દેશોમાં ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કર્યું હતું. ચીની સેનાએ એક વર્ષ માટે 25 મી જૂને 'ખાસ કારણો માટે જરૂરી દવા' હેઠળ વેક્સિનને મંજૂરી આપી હતી.

10-એડ 26

બોસ્ટનમાં બેથ ઇઝરાઇલ ડેકોનેસ મેડિકલ સેંટરે એક વાઇરસથી વેક્સિન બનાવવાની પદ્ધતિ વિકસાવી હતી જે એડેનોવાઈરસ 26, અથવા એડ 26 ના નામથી ઓળખાય છે. જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપનીએ આ જ પદ્ધતિથી ઇબોલા અને અન્ય બીમારીઓ માટે રસીઓ વિકસાવી છે. કોરોનાની રસીનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ હાલ ચાલી રહ્યું છે.

Last Updated : Dec 4, 2020, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.