ETV Bharat / bharat

બિહારમાં વીજળી પડવાના કારણે 26 લોકોના મોત, 7 જિલ્લામાં હવામાન વિભાગની ચેતવણી - બિહારમાં વીજળી પડી

બિહારમાં ફરી એકવાર વીજળીનો કહેર જોવા મળ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 26 લોકોનાં મોત નીપજ્યાં છે. હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસ સુધી વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી જાહેર કરી છે. સંપૂર્ણ સમાચાર વાંચો...

અઉણઇ
લલનમ
author img

By

Published : Jul 2, 2020, 10:39 PM IST

પટના: બિહાર રાજ્યમાં ફરી એકવાર વીજળીનો કહેર વર્તાઇ રહ્યો છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વીજળી પડવાના કારણે 26 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, હવામાન વિભાગે બિહારના પટના, બેગુસરાય, ખાગરીયા, પૂર્ણિયા, ભોજપુર, વૈશાલી અને સુપૌલ જિલ્લાઓમાં એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે, આગામી 2 થી 3 કલાકમાં આ જિલ્લાઓના કેટલાક ભાગોમાં વીજળીથી મધ્યમ વરસાદની સંભાવના છે.

તે જ સમયે, સીએમ નીતિશે રાજ્યમાં વીજળી પડવાને કારણે 8 જિલ્લામાં 26 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યપ્રધાને તમામ જિલ્લા કલેક્ટર્સને સૂચના આપી છે કે તેઓ મૃતકના પરિવારને 4-4 લાખ રૂપિયા આપશે.

સાથે જ તેમણે ખરાબ હવામાનમાં લોકોને જાગ્રત રહેવાની અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું કે, ખરાબ હવામાનમાં વીજળી પડવાની સંભાવના છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા સૂચનોનું પાલન કરવા જણાવ્યું છે.

હવામાન વિભાગે જિલ્લાઓમાં બે દિવસ માટે એલર્ટ જાહેર કર્યું છે. તેમજ લોકોને જાગ્રત રહેવા જણાવ્યું છે. વહીવટીતંત્રે લોકોને તેમના ઘરોમાં સુરક્ષિત રહેવાની અપીલ પણ કરી છે. આ પહેલા પણ આ ગાજવીજને કારણે બિહારમાં વિનાશ સર્જાયો હતો. એક જ દિવસમાં 105 લોકોનાં મોત થયાં હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.