નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ કહ્યું કે, કોરોના રોગચાળાને લીધે હવે દરેકનું જીવન પહેલા જેવું રહેશે નહીં. તેમણે કહ્યું કે લોકડાઉનથી લોકોને પોતાને ચિંતન કરવાની, તેમના સંબંધીઓ, મિત્રોનો સંપર્ક કરવાની અને જીવનમાં 'નવી સામાન્યતા' અથવા ન્યૂ નોર્મલ સ્વીકારવાની તક મળી છે.
તેમણે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "અમારી રોજીરોટીમાં ખલેલ પહોંચાડવા ઉપરાંત આ લોકડાઉને આપણને આત્મચિંતન કરવાની, આપણા સંબંધીઓ, મિત્રોનો સંપર્ક કરવાનો અને જીવનમાં 'નવી સામાન્યતા' અથવા ન્યુ નોર્મલ સ્વીકારવાની તક આપી છે. એક વાત ચોક્કસ છે કે આ રોગચાળાને કારણે થતાં પરિવર્તનને લીધે વ્યક્તિગત અને સામાજિક સ્તરે જીવન પહેલા જેવું નહીં બને. ”
લોકડાઉન દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ ઘણા અગ્રણી લોકો સાથે વાત કરી હતી. જેમાં પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘ, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો સમાવેશ થાય છે. નાયડુએ કહ્યું કે, મેં લોકડાઉનના આ ગાળામાં તકનો પૂરો લાભ લેવાનો પણ પ્રયાસ કર્યો છે. તેમણે તેમના મિત્રો, લાંબા સમયના સહકાર્યકરો, નવા અને જૂના પરિચિતો, નજીકના સબંધીઓ, માનનીય સાંસદો, આધ્યાત્મિક ગુરુઓ અને પત્રકારોનો સંપર્ક કરી તેમની સાથે ચર્ચા કરવા અસંખ્ય કોલ કર્યા છે."