નવી દિલ્હીઃ કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થી અર્ચિત જૈને ભારતના મુખ્ય ન્યાયાધીશ શરદ બોબડેને એક પત્ર લખ્યો હતો. જેમાં તેણે કોરોના દરમિયાન દુકાનદારો દ્વારા લેવાતા વસ્તુઓના ઉંચા ભાવમાં રાહત આપવા અપીલ કકરી હતી.
અર્ચિત જૈને CJIને વિનંતી કરી છે કે, દુકાનદારોએ દુકાનની બહાર યોગ્ય ઓથોરિટી દ્વારા નિર્ધારિત પ્રોડક્ટના ભાવ દર્શાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે. સાથે જ અર્ચિતે જણાવ્યું હતું કે, જાહેર કરાયેલી મર્ગદર્શિકાના કારણે દુકાનદારો લોકડાઉનમાં વધુ પૈસા વસૂલતા અટકાવશે. જેથી લોકોને આ સંકટ સમયમાં થોડી રાહત મળશે.
અર્ચિત જૈને પત્રમાં જણાવ્યું હતું કે, આ મુશ્કેલી અને સંકટના સમયમાં દુકાનદારોએ લોકોની મુશ્કેલી સમજીને તેમના પ્રત્યે સંવેદનશીલતા રાખવી જોઈએ. એના બદલે તેઓ આ પરિસ્થિતીનો ફાયદો ઉઠાવીને પોતના ખિસ્સા ભરી રહ્યાં છે. જે અયોગ્ય છે અને કાયદાની વિરૂદ્ધ. જેથી તેમના વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા જોઈએ.