સુપ્રીમ કોર્ટે આ અંગે કહ્યું હતું કે, જ્યાં સુધી તાપસ પુરી ન થાય ત્યાં સુધી આ કેસની સુનાવણી હવે લખનઉ સીબીઆઈ કોર્ટમાં જ થશે. અહીં પૂછપરછ માટે લખનઉ કોર્ટે કુલદીપ સેંગરની કસ્ટડી પણ માગી છે.
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, સીબીઆઈએ કુલદીપ સેંગર, અતુલ સિંહ, વીરેન્દ્રર સિંહ તથા શૈલેન્દ્ર સિંહની ધરપકડ કરવાની અરજી આપી હતી. ઉપરાંત સીબીઆઈએ પીડિતાના કાકા સાથે પણ પૂછપરછ કરવાની પરવાનગી માગી છે. આપને જણાવી દઈએ કે, ઉન્નાવ રેપ કેસમાં જોડાયેલા પીડિતાના કાકાને રાયબરેલીની જેલમાં બંધ છે તેમને દિલ્હીની તિહાડ જેલમાં શિફ્ટ કરવાનો આદેશ આપ્યો છે. સાથે સાથે પીડિતાની સારવાર માટે હવે તેને દિલ્હી નહીં પણ લખનઉમાં સારવાર કરાવાની રહેશે.