કોટાના જે કે લોન હોસ્પિટલમાં સતત બાળકોના મૃત્યુ થઈ રહ્યા છે. સ્વાસ્થ્ય પ્રધાન રઘુ શર્મા અને નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલટ આ હોસ્પિટલની મુલાકાત કરી ચૂક્યા છે. તેમણે આ હોસ્પિટલની વ્યવ્યસ્થામાં સુધારા કરવા સૂચન કર્યું હતું. તેમ છતા આ મૃત્યુઆંક 35 દિવસમાં 110 પહોંચ્યો છે. શનિવારે 4 બાળકોના મોત થયા હતા. જેમાંથી 3 બાળકો NICU અને એક બાળક PICUમાં દાખલ હતા. મશીનમાં તકનીકી ખામીને લીધે અને હોસ્પિટલ સ્ટાફની બેદરકારીથી બાળકોના મોત થયાનો આક્ષેપ બાળકોના માતપિતા કર્યો છે.
ટીમે બાળકોના મોત માટે હાઈપોથર્મિયાને જવાબદાર ઠેરવ્યું
સતત વધી રહેલા બાળકોના મૃત્યુના આંકડાને ગંભીરતાથી લઈ કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે એક ટીમની રચના કરી કોટા મોકલી છે. આ ટીમ બાળકોના મૃત્યુનું કારણ જાણવા માટે તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં તારણ આપતા કહ્યું કે, હાઈપોથર્મિયાને કારણે બાળકોના મોત થયા છે. આ ટીમ પોતનો રિપોર્ટ કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયને સોપી ચૂકી છે.