મુંબઈ: એન્જિનિયરિંગ સહિત વિવિધ વ્યવસાયો સાથે જોડાયેલા લાર્સન એન્ડ ટૂબ્રો(એલ એન્ડ ટી)ને સરકાર તરફથી 25,000 કરોડ રુપિયાનો કરાર મળ્યો છે. આ કરાર મુંબઈ -અમદાવાદ વચ્ચે મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પરિયોજનાના ભાગ અમલીકરણ માટે છે.
(એલ એન્ડ ટી)ના સીઈઓ અને વહીવટી સંચાલક એસએન સુબ્રમણિયમે નાણાકીય પરિણામની જાહેરાત દરમિયાન સંવાદદાતોને કહ્યું કે, અમને સરકાર તરફથી અત્યાર સુધીનો સૌથી મોટો અને પ્રતિષ્ઠિત કરાર મળ્યો છે. જે 25,000 કરોડ રુપિયાનો ઓર્ડર છે. આ અમારા માટે સૌથી મોટો કરાર છે. આટલી મોટી રકમનો આ સૌથી મોટો ઓર્ડર છે. જે સરકારે આપ્યો છે.
તેમણે કહ્યું કે, કરાર હેઠળ પરિયોજનાના 4 પુર્ણ કરવાના છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશને 24 સપ્ટેબરના અમદાવાદ-મુંબઈ બુલેટ રેલ પરિયોજના માટે અંદાજે 1.08 લાખ કરોડ રુપિયાની બોલી બોલાય હતી. જેમાં પરિયોજનાના ગુજરાતમાં પડનારા ભાગો સામેલ છે. બુલેટ ટ્રેનથી અમદાવાદથી મુંબઈ 2 કલાકમાં પહોંચી શકાશે.