ગુવાહાટી / ઉદાલગુરી: આસામના કોકરાઝાર અને ઉદાલગુરી જિલ્લામાંથી વિસ્ફોટકો, ગ્રેનેડ અને રોકેટ લોંચર સહિતના મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.
આસામના પોલીસ મહાનિર્દેશક ભાસ્કર જ્યોતિ મહંતે જણાવ્યું હતું કે વિશ્વસનીય સ્ત્રોતોથી મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસ અને સેનાએ કોકરાઝાર જિલ્લાના લિયોપાની નાલા અને ઉલ્તાપાની નાલામાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હથીયાર અને દારૂગોળો બિશુમુરી પોલીસ ચોકીના અંતર્ગત ઉલ્ટાપાની રિજર્વ ફોરેસ્ટના ફાયર લાઇન 07ના એક ઝાડની પાસે જમીનની નીચે છુપાવીને રાખ્યા હતા.
આસામના DGPએ જણાવ્યું કે, જપ્ત કરેલા હથિયારોમાંથી બે AK-56 રાઇફલ્સ , એક ગ્રનેડ લોંચર (એમ-79), એક પોઇન્ટ 22 પિસ્તોલ, બે 7.65 મીમી પિસ્તોલ સામેલ છે. આ સિવાય 9 મીમીની પિસ્તોલ અને 14 દેશી રાઇફલ અને પિસ્તોલ પણ મળી આવી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, પોલીસ અને સેનાની બીજી સંયુક્ત ટીમે બીજી ઘટનામાં આસામના ઉદાલગુરી જિલ્લામાં એક તલાશી લેતી વખતે ગ્રેનેડ, ડિટોનેટર્સ, શસ્ત્રો અને દારૂગોળો સહિતના મોટા જથ્થામાં વિસ્ફોટકો મળી આવ્યા હતા.