નવી દિલ્હી : કોરોના વાઈરસ વિરુદ્ધ લડવા માટે હવે દિલ્હી મહિલા પોલીસ માસ્ક બનાવવા માટે આગળ આવી છે. નઝફગઢ પોલીસ સ્ટેશનની 6થી વધુ મહિલા જરુરતમંદ લોકો માટે માસ્ક બનાવે છે, જેથી કરીને વધારેમાં વધારે લોકો સુધી ફ્રીમાં માસ્ક વહેંચી શકાય.
ગૃહસ્થ મહિલાઓએ માસ્ક બનાવવાનું શરું કર્યું
કોરોના વાઈરસને કારણે અચાનક માર્કેટમાં અને મેડિકલ શૉપ્સમાં માસ્કની અછત થઈ ગઈ. અલગ અલગ કંપનીમાં કામ કરતી મહિલા, ગૃહસ્થ મહિલાઓએ પોતાના ઘરમાં જ માસ્ક બનાવવાનું ચાલુ કર્યું અને જરુરીયાતમંદ લોકોને ફ્રીમાં આ માસ્કનું વિતરણ કર્યું હતું.
![lady police preparing masks](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/del-swd-01-ladypolicepreparingmasks-vis-dlc10001_13042020171528_1304f_1586778328_118.jpg)
8 કલાકની ડ્યૂટી પછી 3 કલાક બનાવે છે માસ્ક
નઝફગઢ પોલીસ સ્ટેશનની 6થી વધુ મહિલા જરુરીયાતમંદ લોકો માટે માસ્ક બનાવે છે. જેથી કરીને વધારેમાં વધારે લોકો સુધી ફ્રીમાં માસ્ક વહેંચી શકાય. અત્યાર સુધી આ મહિલાઓએ 10 હજારથી વધુ માસ્ક બનાવ્યા છે. ચેકિંગની ડ્યૂટી પછી આ મહિલાઓ માસ્ક બનાવે છે.