નવી દિલ્હીઃ પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસે શ્રમિકો માટે એક દર્દભરી કવિતા લખી છે. આ કવિતામાં શ્રમિકોના દુઃખના દરેક પાસાને સમજાવાની કોશિશ કરી છે. આ કવિતામાં એવું છે કે એક તરફ લોકો રાતે 3 વાગ્યે પોતાના ઘરોમાં આરામથી સૂઈ રહ્યાં છે ત્યારે બીજી તરફ શ્રમિકોનો આક્રંદ ભયાવહ છે. કવિતાનું નામ છે, 'જવાબ માંગેગે.'
કવિતામાં મજૂરોના પરસેવાની વાત છે. રેલવે ટ્રેક પર શ્રમિકો સાથે જે ઘટના બની તેનો પણ ઉલ્લેખ છે. તેમના બાળકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કવિતાના અંતમાં કવિ લખે છે કે એક દિવસ શ્રમિકો જવાબ માંગશે.