આજમગઢ: મહારાજગંજ કોટવાલી વિસ્તારમાં દલિત યુવતીઓની છેડતી અને હુમલો કરવાના કેસમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સંભાળ લીધા બાદ અને એસપીને ઠપકો આપ્યા બાદ આ મામલે લાપરવાહી વર્તવા પર પોલીસ અમલદાર મહારાજગંજને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.ત્યારે કેસમાં 12 લોકોની ધરપકડ કર્યા બાદ 7 લોકો પર 25-25 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.
શું છે મામલો
દરરોજ ટ્યુબેલ પર પાણી ભરવા જતી દલિત યુવતીઓને ત્યાં હાજર મુસ્લિમ સમુદાયના છોકરાઓ છેડતી કરતા હતા.આ છેડતીનો વિરોધ કરતા છોકરાઓએ યુવતી તેમજ પરિવારજનો સાથે મારામારી કરી હતી. ત્યારબાદ આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને આરોપીઓને ત્યાં થોડીક કાર્યવાહી કર્યા બાદ છૂટા કરવામાં આવ્યા હતા. પરંતુ જૈનપુરની ઘટના બાદ મુખ્યપ્રધાન દલિતો પરના હુમલાને ગંભીરતાથી લીધો હતો, ત્યારબાદ આ મામલે આજમગઢના એસપીને પણ બોલાવવામાં આવ્યા હતા.
એસપી ત્રિવેણીસિંહે કહ્યું કે આ ઘટના બે દિવસ પહેલા બની હતી, જેના પછી મુખ્ય પ્રધાનને ધ્યાનમાં લીધો હતો. આ જ કિસ્સામાં બેદરકારીને કારણે પોલીસ અમલદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 12 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, 7 આરોપી પર ઇનામ જાહેર કરવામાં આવ્યા છે, તેમની ધરપકડ માટે 4 ટીમોની નિમણૂક કરવામાં આવી છે.