- જાણો, શું છે યુપી વકફ બોર્ડ કૌભાંડ? CBI કરશે તપાસ
- વકફ બોર્ડની સંપત્તિના કથિત ગેરકાયદે વેચાણ, ખરીદી અને ટ્રાન્સફરની તપાસ હાથ ધરી
- બોર્ડનો હેતુ દેશમાં ઇસ્લામિક ઇમારતો, સંસ્થાઓ અને જમીનને યોગ્ય રીતે જાળવી રાખવાનો
નવી દિલ્હી / લખનઉ: સીબીઆઈએ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ અને કાનપુરમાં વકફ બોર્ડની સંપત્તિના કથિત ગેરકાયદે વેચાણ, ખરીદી અને ટ્રાન્સફરની તપાસ હાથ ધરી છે. એજન્સીએ આ મામલે ઉત્તર પ્રદેશ શિયા વકફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવી સામે પણ કેસ નોંધ્યો છે. જેની માહિતી અધિકારીઓએ આપી છે.
શું છે આરોપ?
ગયા વર્ષે રાજ્ય સરકારે બે કેસની તપાસ માટે સીબીઆઈને અપીલ કરી હતી. આમાંના એક કેસના સંબંધમાં ઉત્તર પ્રદેશ પોલીસે રિઝવી અને અન્ય લોકો સામે 2016 માં અલ્હાબાદમાં અને બીજા કેસમાં 2017 માં લખનઉમાં એફઆઈઆર દાખલ કરી હતી. ગેરકાયદેસર રીતે સંપત્તિ ખરીદવી, વેચવી અને સ્થાનાંતરિત કરવું. વસીમ રિઝવી 2008 થી 2020 સુધી પ્રમુખ હતા.
ક્યાં ક્યાં નોંધાઈ FIR?
8 ઓગસ્ટ 2016 ના રોજ પ્રયાગરાજમાં એફઆઈઆર નોંધાઈ. જુના જીટી રોડ પ્રયાગરાજ ઇમામબારા ગુલામ હૈદર ત્રિપોલીયા ખાતે ગેરકાયદે બાંધકામના આક્ષેપો છે. સ્થાનિક અધિકારીઓના વાંધા છતાં ગેરકાયદેસર બાંધકામ ચાલુ હતું. 27 માર્ચ, 2017 ના રોજ લખનઉના હઝરતગંજમાં એફઆઈઆર નોંધાઈ.જેમાં કાનપુર દેશભરના સિકંદ્રામાં જમીનના રેકોર્ડમાં થયેલા કૌભાંડોનો આરોપ છે.
વકફ બોર્ડની રચના
1954ના કાયદા હેઠળ વકફ બોર્ડની રચના 1964માં કરવામાં આવી હતી. તેનો હેતુ દેશમાં ઇસ્લામિક ઇમારતો, સંસ્થાઓ અને જમીનને યોગ્ય રીતે જાળવી રાખવાનો છે.