ગયા: મોક્ષ નગરી ગયામાં પિંડદાનના 11માં દિવસે ગયા સીર અને ગયા કૂપ નામના બે તીર્થધામમાં પિંડદાન થાય છે. ગયા સીરમાં એવી માન્યતા છે કે, આ જગ્યાએ પિંડદાન કરવાથી નર્ક ભોગવી રહેલા પૂર્વજોને પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગયા કૂપ વિશે પણ કહેવાય છે કે, આ જગ્યાએ પિંડદાન કરવાથી સ્વર્ગવાસ થઇ ગયેલા પિર્તૃઓને મોક્ષ મળે છે. બંને તીર્થોની પૌરાણિક કથા પણ ખૂબ પ્રચલિત છે. કહેવાય છે કે, વિશાલપુરી નગરીમાં એક વિશાલ નામનો રાજા નિસંતાન હતો. એણે બ્રાહ્મણને પૂછયું કે, અમારા કુળમાં પુત્રની પ્રાપ્તિ કેવી રીતે થશે. બ્રાહ્મણે કહ્યું કે, ગયા શ્રાધ્ધ કરવાથી પુત્રની પ્રાપ્તિ થશે, ત્યારબાદ વિશાલ રાજાએ પણ વિશાલ નગરીમાં પિંડદાન કર્યુ અને પુત્રની પ્રાપ્તિ થઇ.
પિંડદાન કરતી વખતે તેણે આકાશ તરફ જોયું તો રાજાને શ્વેત, કૃષ્ણ અને રક્તના ત્રણ પુરુષો દેખાઇ આવ્યા. આવી રીતે વિશાલ રાજાના પૂર્વજોને સ્વર્ગમાં જગ્યા મળી ગઇ. વિશાલ રાજાએ એ પુરુષોને પૂછ્યું કે, તમે કોણ છો? ત્યારે શ્વેતવર્ણ એ કહ્યું હું શ્વેતવર્ણનો તારો પિતા છું. ઇંન્દ્રલોકથી અહીં આવ્યો છું. લાલવર્ણવાળા મારા પિતા અને તારા દાદાજી છે. જેમણે બ્રાહ્મણ હત્યાનું પાપ ક્યું હતું અને એક કૃષ્ણવર્ણવાળા મારા દાદાજી જેણે ઋષિઓને માર્યા હતા. તારા પિંડદાનથી તે બધાને મુક્તિ મળી ગઇ છે. એમને સાથે લઇને હું જઉ છું. ગયા સીર ઉપર કંદમૂળ, ફળ અથવા કોઇપણ પ્રદાર્થથી દીધેલું પિંડ પિર્તૃઓને સ્વર્ગ પહોંચાડે છે.
પિડદાન ગયા કુંડમાં ત્રિપિંડી શ્રાધ્ધ કરવાથી ભૂતોને મોક્ષ મળે છે. તેમજ આ શ્રાધ્ધથી અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. આ વેદીમાં એક કૂપ છે, જેને ગયા સુરની નાભી કહેવામાં આવે છે. અહીંયા પિતૃઓને ભૂતપ્રેતથી મુક્તિ મળે છે. નારિયેળમાં પિતૃઓને બોલાવીને ક્રમકાંડની વિધિ કરીને નારિયેળને તે કૂપમાં છોડી દેવામાં આવે છે. આ વેદી ઉપર પિંડદાન પર પ્રેતોનો પડછાયો આવી જાય છે. એવામાં વેદીકૂપની નજીક દીવાલમાં લોહીનો સિક્કો રાખવામાં આવે છે. જેનાથી પ્રેતને બાંધવામાં આવે છે, ત્યારબાદ પંડિત મંત્રોથી પ્રેતથી મુક્તિ અપાવે છે. જુલણ પંડિત જણાવે છે કે, મનુષ્યો ઘણાં પ્રકારના હોય છે. એવી રીતે ભૂતપ્રેત પણ ઘણા પ્રકારના હોય છે. જે ઝડપથી માનતા નથી હોતા. ગયા સીર વેદીમાં પ્રતિનિધિ પિંડદાન કરવામાં આવે છે. કોઇ અસહ્યના પિંડદાન પ્રતિનિધિ બનીને આ વેદી પર પિંડદાન કરીને પૂર્વજોને મોક્ષ અપાવી શકે છે.