અંબાલાઃ ચીન સાથેના વિવાદ વચ્ચે પાંચ રાફેલ વિમાનનો પહેલો જથ્થો આજે ભારતના અંબાલા એરબેઝ પર પહોંચશે. આ પાંચ વિમાનોમાં ત્રણ સિંગલ સીટર અને બે ડબલ સીટર વિમાનનો સમાવેશ છે. આ વિમાન ભારતીય વાયુ સેનાના સ્ક્વોડ્રન નંબર 17 'ધ ગોલ્ડન એરોઝ'માં સામેલ કરવામાં આવ્યા છે. અંબાલા સ્થિત એરબેઝને આ પાંચ રાફેલ વિમાન સોંપવામાં આવ્યા છે.
અંબાલા એરબેઝની શા માટે પસંદગી?
અંબાલા એરબેઝને પણ પોતાના ગૌરવશાળી ઇતિહાસ અને બહાદુરીના અનેક કિસ્સાઓ છે. અહીં ભારતના જંગી બેડાની સૌથી ઘાતક અને સુપરસોનિક મિસાઇલ, બ્રહ્મોસની સ્ક્વોડ્રન પણ તૈનાત છે. આ સાથે જ અંબાલા એરબેઝ એક માત્ર એરબેઝ છે, જ્યાંથી ચીન અને પાકિસ્તાનની સીમાઓ સુધી લગભગ 15 મીનિટમાં પહોંચી શકાય છે અને કોઇપણ યુદ્ધનું પરિણામ બદલી શકાય છે.
ઇન્ડિયન એર ફોર્સના એક્સ સાર્જેંટ ખુશબીર સિંહ દત્તે જણાવ્યું કે, અંબાલા એરબેઝના બેડે પર આ લડાકુ વિમાનના સમાવેશનું ઘણું મહત્વ છે. આ પહેલા પણ જેટલીવાર યુદ્ધ થયા છે, હંમેશા દુશ્મનની સેનાઓ અંબાલા એરબેઝને જ ટાર્ગેટ કરતી હતી, જેથી મિલિટ્રીને કોઇપણ રીતે વાયુ સેનાની મદદ પ્રાપ્ત થઇ શકે નહીં.
રાફેલ વિમાનની ખાસિયત
- દુનિયાના સૌથી તાકતવર લડાકુ વિમાનોમાં શુમાર રાફેલ એક મીનિટમાં 60 હજાર ફુટ ઉંચાઇ સુધી પહોંચી શકે છે.
- આ વિમાન એક મીનિટમાં 2500 રાઉન્ડ ફાયરિંગની ક્ષમતા ધરાવે છે.
- તેની અધિકતમ સ્પીડ 2130 કિમી/ કલાક છે અને 3700 કિમી સુધી મારક ક્ષમતા ધરાવે છે.
- આ વિમાનમાં એકવારમાં 24,500 કિલો સુધીનો વજન લઇ જઇ શકાય છે, જો કે, પાકિસ્તાનના એફ-16થી 5300 કિલો વધુ છે.
- રાફેલ ન માત્ર ફુર્તિલો છે, પરંતુ તેમાં પરમાણુ હુમલો પણ કરવામાં આવી શકે છે. પાકિસ્તાનના સૌથી તાકતવર ફાઇટર જેટ-એફ-16 અને ચીનના જે-20માં પણ આ ખાસિયત નથી.
- હવાથી લઇને જમીન સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવનારા રાફેલમાં 3 પ્રકારની મિસાઇલ હશે. હવાથી હવામાં વાર કરનારી મીટિયોર મિસાઇલ. હવાથી જમીનમાં વાર કરનારી સ્કેલ્પ મિસાઇલ અને ત્રીજી હૈમર મિસાઇલ. આ મિસાઇલોમાંથી ગોળી છૂટ્યા બાદ રાફેલ કાળ બનીને દુશ્મનો પર તૂટી પડે છે.
ધ ગોલ્ડન એરોઝ સ્ક્વોડ્રનને મળશે કમાન
રાફેલ વિમાનોનો આ કાફલો એરફોર્સની 17મી સ્ક્વોડ્રનને સોંપવામાં આવ્યો છે. આ સ્ક્વોડ્રનને ધ ગોલ્ડન એરોઝના નામથી ઓળખવામાં આવે છે. આ સ્ક્વોડ્રનનો પણ ગૌરવશાળી ઇતિહાસ છે.
અંબાલાના એરફોર્સ સ્ટેશનમાં સ્થિત આ સ્ક્વોડ્રન છે, જેને 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા હતા. ત્યારે આ સ્ક્વોડ્રનના કમાન્ડ પૂર્વ એર ચીફ માર્શલ બીએસ ધનોઆના હાથમાં હતી. ત્યારે તે આ સ્ક્વોડ્રનના વિંગ કમાન્ડર હતા. 17મી સ્ક્વોડ્રનમાં મિગ-21 પ્રમુખ રૂપે સામેલ હતો.
જ્યારે દેશમાં મિગ-21 વિમાનોની દુર્ઘટના વધુ થવા લાગી તો આ વિમાનને વાયુસેનાની બહાર કરવામાં આવ્યા હતા. જે બાદ 2016માં આ સ્ક્વોડ્રનને ભંગ કરવામાં આવ્યા હતા, પરંતુ રાફેલ મળવાની સાથે જ આ સ્ક્વોડ્રનને ફરીથી સક્રિય કરવામાં આવ્યા છે.
સપ્ટેમ્બર 2019માં ધ ગોલ્ડન એરોઝને એકવાર ફરીથી શરૂ કરવામાં આવ્યા છે. સરકારે નિર્ણય કર્યો છે કે, રાફેલ લડાકુ વિમાનોની તૈનાતી અહીંયા કરવામાં આવશે. તેની સાથે જ હવાના આ શક્તિશાળી રાફેલની તાકાતથી સજ્જ થઇને દેશની સુરક્ષા કરવા ફરીથી તૈયાર છે.
ભારતે ફ્રાન્સથી 36 રાફેલ વિમાન ખરીદ્યા છે, જેમાંથી 5 વિમાન આવી ચૂક્યા છે અને બાકી વિમાનોનો જથ્થો 2021ના અંત સુધીમાં આવશે. ભારતીય વાયુસેનામાં રાફેલની એન્ટ્રીની સાથે જ હવે કોઇ પણ દેશ ભારત તરફ આંખ ઉઠાવીને જોતા પહેલા 10 વાર વિચાર કરશે.