ETV Bharat / bharat

જાતીય ગુનાથી બાળકને બચાવવા માટે બનાવ્યો છે પૉક્સો એક્ટ, જાણો તેના વિશે

બાળકો સાથે સતત વધી રહેલા જાતીય ગુનાઓના કેસમાં પ્રતિબંધ લગાવવા માટે 2012માં પૉક્સો એક્ટ લાગૂ કરવામાં આવ્યો હતો. આવો જાણીએ આ પૉક્સો એક્ટ વિશે...

pocso act
author img

By

Published : Nov 14, 2019, 3:56 PM IST

અમદાવાદ: માનવતા સૌથી વધુ ત્યારે શરમ અનુભવે છે, જ્યારે દુષ્કર્મ અથવા તો કુકર્મની ઘટના એક એવા જીવ સાથે થાય છે જેણે હજુ તો આ દુનિયાદારી બરાબર જોઈ પણ નથી. માસૂમ બાળકો પોતાના રમકડાં અને સપનાની દુનિયામાં જીવી રહ્યા હોય છે, દુષ્કર્મીઓ તેને પણ છોડતા નથી. બાળકોની માસૂમિયતનો ફાયદો ઉઠાવી તેમનું શોષણ કરવામાં આવે છે. સતત આવી ઘટનાઓ વધતા સરકારે બાળકોની સુરક્ષા માટે જાતીય શોષણ અને જાતિય ગુનાથી રક્ષણ આપવા માટે 2012માં પૉક્સો એક્ટ લાગૂ કર્યો. પૉક્સો એક્ટ એટલે કે, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સેસ એક્ટને સરળ ભાષામાં જાતીય ઉત્પીડનથી બાળકોને રક્ષણ આપવાનો કાયદો 2012 કહેવામાં આવે છે.

અમદાવાદથી સંવાદદાતા આકિબ છીપાનો રિપોર્ટ

પૉક્સો એક્ટમાં કેવી કેવી જોગવાઈઓ હોય છે

  • આ પૉક્સો એક્ટમાં શૂન્યથી 18 વર્ષના અથવા તો તેનાથી ઓછી ઉંમરના બાળકો(છોકરો-છોકરી) કે, જેની સાથે કોઈ પણ પ્રકારનું જાતીય શોષણ થયું છે અથવા તો આવું કરવાનો પ્રયત્ન કર્યો છે, તેવા તમામ કેસ તેમાં આવી જાય છે.
  • આ એક્ટ અંતર્ગત અલગ અલગ ગુનામાં અલગ અલગ સજાની જોગવાઈ છે. સાથે જ તેમાં એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે, આ એક્ટનું પાલન સખ્તાઈથી કરવામાં આવે છે કે, નહીં.
  • આ એક્ટમાં સાત વર્ષથી લઈ આજીવન કેદની સજાની જોગવાઈ પણ છે, સાથે જ દંડ પણ ફટકારવામાં આવે છે.
  • આ એક્ટ લાગતા તુંરત જ ધરપકડની જોગવાઈ છે. સાથે તેમાં જાતીય શોષણને પણ વ્યાખ્યાયિત કરવામાં આવી છે. જે અંતર્ગત કોઈ પણ વ્યક્તિ કોઈ બાળકને ખોટી રીતે અડપલા કરે અથવા તો તેની સાથે ખોટી રીતે હેરાન કરવાનો પ્રયત્ન કરે, અથવા તો પોર્નોગ્રાફી બતાવવાનો પ્રયત્ન કરે તો તે દોષી સાબિત થાય છે.
  • સાથે જ આંતરરાષ્ટ્રીય બાળ સંરક્ષણ માપદંડ અનુસાર, જો કોઈ વ્યક્તિ આ જાણવા છતાં પણ બાળકો સાથે જાતીય શોષણ થયું છે અને તેની જાણકારી નજીકના પોલીસ મથકમાં આપતો નથી, તો તેને પણ 6 મહિનાની જેલ અને દંડ ફટકારવાની જોગવાઈ છે.
  • આ એક્ટ અંતર્ગત બાળકોની સુરક્ષા પોલીસના માથે આવે છે. જેમ કે, ઈમરજન્સી સેવા અથવા તો બાળકો આશ્રયગૃહમાં રાખવા.
  • પોલીસની એ પણ જવાબદારી છે કે, ઘટનાના 24 કલાકની અંદર બાળ કલ્યાણ સમિતિને જાણમાં આવે. જેથી સીડબ્લ્યૂસી બાળકોની સુરક્ષા અને સંરક્ષણ માટે જરુરી પગલા લઈ શકે.
  • આ એક્ટમાં બાળકોની મેડીકલ તપાસની પણ જોગવાઈ છે. મેડીકલ તપાસમાં જો બાળકના માતા-પિતા કોઈ અન્ય વ્યક્તિ સામે હાજર રહેવા માગે, જેના પર બાળકને વિશ્વાસ હોય અથવા બાળકની તપાસ મહિલા ડૉક્ટર જ કરશે.સાથે જ આ તપાસ એવી હોવી જોઈએ કે, બાળકને તે તપાસ ઓછી પીડા આપે.
  • આ એક્ટમાં એવું પણ કહેવાયું છે કે, આવા કેસ ઘટવાની તારીખ એક વર્ષની અંદર થવી જોઈએ.
  • પૉક્સો એક્ટમાં બાળકોને સેક્સ્યુઅલ અસોલ્ટ, હેરેસમેન્ટ અને પોર્નોગ્રાફી જેવા ગુનામાં સુરક્ષા આપવાની જોગવાઈ છે.
  • આ કાયદો જાતીય ન્યૂટ્ર્લ એટલે કે, છોકરા-છોકરી બંનેને લાગુ પડે છે.
  • આ એક્ટ અંતર્ગત આવતા તમામ કેસની સુનાવણી વિશેષ કોર્ટમાં થશે.
  • જેમાં આરોપીને સાબિત કરવાનું હોય છે કે, તેને ગુનો કર્યો નથી, પીડિતને કંઈ પણ સાબિત કરાવનું હોતું નથી.

બાળકોની સુરક્ષા માતા-પિતા, શિક્ષક અને સમાજની ભૂમિકા

બાળકોની સુરક્ષામાં માતા-પિતા, શિક્ષક અને સમાજની મુખ્ય ભૂમિકા હોય છે. આપણે ઘર અને શાળામાં બાળકોને સમજાવવાના હોય છે કે, કોઈ પણ બાળક આ પ્રકારના ગુનાનો શિકાર ન બને. દુષ્કર્મનો કોઈ વર્ગ, જાતિ કે ધર્મ હોતો નથી. મોટા ભાગના કેસમાં જોવા મળ્યું છે કે, આ પ્રકારના કેસમાં આરોપી નજીકના સગા સંબંધી જ હોય છે. ત્યારે આવા સમયે આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, બાળકને કોના પર વિશ્વાસ રાખવો, કોના પર ન રાખવો. સાથે તેને સારા અને ખરાબ સ્પર્શ વચ્ચેનું અંતર પણ સમજાવવું જોઈએ. જો બાળકના વર્તનમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન દેખાઈ તો તુંરત જ તેના વિશે જાણવાનો પ્રયાસ કરો. જો કોઈ બાળક કોઈ વ્યક્તિ પાસે જતાં અચકાય તો આ વાતને નજરઅંદાજ ન કર.

ફરિયાદ માટે સંપર્ક કરો
આ પ્રકારના અત્યાચારથી બાળકોને બચાવવા માટે ફરિયાદ કરવા માટે ચાઈલ્ડ લાઈન નંબર 1098 ટોલ ફ્રી નંબર 1800115455નો ઉપયોગ કરો. સાથે જ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ વિભાગે 'પૉક્સો e-box' તૈયાર કર્યું છે. જેના પર ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. જેના બાળક અથવા તો તેના પરિજન સરળતાથી ફરિયાદ નોંધાવી શકે છે.

Intro:Body:

જાતીય ગુનાથી બાળકને બચાવવા માટે બનાવ્યો છે પૉક્સો એક્ટ, જાણો તેના વિશે

બાળકો સાથે સતત વધી રહેલા જાતીય ગુનાઓના કેસમાં પ્રતિબંધ લગાવવા માટે 2012માં પૉક્સો એક્ટ લાગૂ કરવામાં આવ્યો હતો. આવો જાણીએ આ પૉક્સો એક્ટ વિશે...

અમદાવાદ: માનવતા સૌથી વધુ ત્યારે શરમ અનુભવે છે, જ્યારે દુષ્કર્મ અથવા તો કુકર્મની ઘટના એક એવા જીવ સાથે થાય છે જેણે હજુ તો આ દુનિયાદારી બરાબર જોઈ પણ નથી. માસૂમ બાળકો પોતાના રમકડાં અને સપનાની દુનિયામાં જીવી રહ્યા હોય છે, દુષ્કર્મીઓ તેને પણ છોડતા નથી. બાળકોની માસૂમિયતનો ફાયદો ઉઠાવી તેમનું શોષણ કરવામાં આવે છે. સતત આવી ઘટનાઓ વધતા સરકારે બાળકોની સુરક્ષા માટે જાતીય શોષણ અને જાતિય ગુનાથી રક્ષણ આપવા માટે 2012માં પૉક્સો એક્ટ લાગૂ કર્યો. પૉક્સો એક્ટ એટલે કે, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સેસ એક્ટને સરળ ભાષામાં જાતીય ઉત્પીડનથી બાળકોને રક્ષણ આપવાનો કાયદો 2012 કહેવામાં આવે છે.

પૉક્સો એક્ટમાં કેવી કેવી જોગવાઈઓ હોય છે

આ પૉક્સો એક્ટમાં શૂન્યથી 18 વર્ષના અથવા તો તેનાથી ઓછી ઉંમરના બાળકો(છોકરો-છોકરી) કે, જેની સાથે કોઈ પણ પ્રકારનું જાતીય શોષણ થયું છે અથવા તો આવું કરવાનો પ્રયત્ન કર્યો છે, તેવા તમામ કેસ તેમાં આવી જાય છે.  

આ એક્ટ અંતર્ગત અલગ અલગ ગુનામાં અલગ અલગ સજાની જોગવાઈ છે. સાથે જ તેમાં એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે, આ એક્ટનું પાલન સખ્તાઈથી કરવામાં આવે છે કે, નહીં.

આ એક્ટમાં સાત વર્ષથી લઈ આજીવન કેદની સજાની જોગવાઈ પણ છે, સાથે જ દંડ પણ ફટકારવામાં આવે છે.

આ એક્ટ લાગતા તુંરત જ ધરપકડની જોગવાઈ છે. સાથે તેમાં જાતીય શોષણને પણ વ્યાખ્યાયિત કરવામાં આવી છે. જે અંતર્ગત કોઈ પણ વ્યક્તિ કોઈ બાળકને ખોટી રીતે અડપલા કરે અથવા તો તેની સાથે ખોટી રીતે હેરાન કરવાનો પ્રયત્ન કરે, અથવા તો પોર્નોગ્રાફી બતાવવાનો પ્રયત્ન કરે તો તે દોષી સાબિત થાય છે.

સાથે જ આંતરરાષ્ટ્રીય બાળ સંરક્ષણ માપદંડ અનુસાર, જો કોઈ વ્યક્તિ આ જાણવા છતાં પણ બાળકો સાથે જાતીય શોષણ થયું છે અને તેની જાણકારી નજીકના પોલીસ મથકમાં આપતો નથી, તો તેને પણ 6 મહિનાની જેલ અને દંડ ફટકારવાની જોગવાઈ છે.

આ એક્ટ અંતર્ગત બાળકોની સુરક્ષા પોલીસના માથે આવે છે. જેમ કે, ઈમરજન્સી સેવા અથવા તો બાળકો આશ્રયગૃહમાં રાખવા.

પોલીસની એ પણ જવાબદારી છે કે, ઘટનાના 24 કલાકની અંદર બાળ કલ્યાણ સમિતિને જાણમાં આવે. જેથી સીડબ્લ્યૂસી બાળકોની સુરક્ષા અને સંરક્ષણ માટે જરુરી પગલા લઈ શકે.

આ એક્ટમાં બાળકોની મેડીકલ તપાસની પણ જોગવાઈ છે. મેડીકલ તપાસમાં જો બાળકના માતા-પિતા કોઈ અન્ય વ્યક્તિ સામે હાજર રહેવા માગે, જેના પર બાળકને વિશ્વાસ હોય અથવા બાળકની તપાસ મહિલા ડૉક્ટર જ કરશે.સાથે જ આ તપાસ એવી હોવી જોઈએ કે, બાળકને તે તપાસ ઓછી પીડા આપે.

આ એક્ટમાં એવું પણ કહેવાયું છે કે, આવા કેસ ઘટવાની તારીખ એક વર્ષની અંદર થવી જોઈએ.

પૉક્સો એક્ટમાં બાળકોને સેક્સ્યુઅલ અસોલ્ટ, હેરેસમેન્ટ અને પોર્નોગ્રાફી જેવા ગુનામાં સુરક્ષા આપવાની જોગવાઈ છે.

આ કાયદો જાતીય ન્યૂટ્ર્લ એટલે કે, છોકરા-છોકરી બંનેને લાગુ પડે છે.

આ એક્ટ અંતર્ગત આવતા તમામ કેસની સુનાવણી વિશેષ કોર્ટમાં થશે.

જેમાં આરોપીને સાબિત કરવાનું હોય છે કે, તેને ગુનો કર્યો નથી, પીડિતને કંઈ પણ સાબિત કરાવનું હોતું નથી.

બાળકોની સુરક્ષા માતા-પિતા, શિક્ષક અને સમાજની ભૂમિકા

બાળકોની સુરક્ષામાં માતા-પિતા, શિક્ષક અને સમાજની મુખ્ય ભૂમિકા હોય છે. આપણે ઘર અને શાળામાં બાળકોને સમજાવવાના હોય છે કે, કોઈ પણ બાળક આ પ્રકારના ગુનાનો શિકાર ન બને. દુષ્કર્મનો કોઈ વર્ગ, જાતિ કે ધર્મ હોતો નથી. મોટા ભાગના કેસમાં જોવા મળ્યું છે કે, આ પ્રકારના કેસમાં આરોપી નજીકના સગા સંબંધી જ હોય છે. ત્યારે આવા સમયે આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, બાળકને કોના પર વિશ્વાસ રાખવો, કોના પર ન રાખવો. સાથે તેને સારા અને ખરાબ સ્પર્શ વચ્ચેનું અંતર પણ સમજાવવું જોઈએ. જો બાળકના વર્તનમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન દેખાઈ તો તુંરત જ તેના વિશે જાણવાનો પ્રયાસ કરો. જો કોઈ બાળક કોઈ વ્યક્તિ પાસે જતાં અચકાય તો આ વાતને નજરઅંદાજ ન કર.

ફરિયાદ માટે સંપર્ક કરો

આ પ્રકારના અત્યાચારથી બાળકોને બચાવવા માટે ફરિયાદ કરવા માટે ચાઈલ્ડ લાઈન નંબર 1098 ટોલ ફ્રી નંબર 1800115455નો ઉપયોગ કરો. સાથે જ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ વિભાગે 'પૉક્સો e-box' તૈયાર કર્યું છે. જેના પર ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. જેના બાળક અથવા તો તેના પરિજન સરળતાથી ફરિયાદ નોંધાવી શકે છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.