NPRનો હેતું દેશના નાગરિકોની ઓળખાણનો ડેટાબેસ તૈયાર કરવાનો છે. જેમાં ભૌગોલિક અને બાયોમેટ્રિક જાણકારી ઉપલ્બધ હશે.
NPRના આંકડાઓ ગત વખતે 2010માં ઘરની યાદી તૈયાર કરતા સમયે લેવામાં આવ્યા હતા. જે 2011ની વસ્તી ગણતરી સાથે જોડવામાં આવ્યા હતા. 2015માં ઘરે ઘરે જઇને આ આંકડાઓ લેવામાં આવ્યા હતા.
NPR દેશના નાગરિકોની એક યાદી છે. જેનાથી નાગરિકની જાણકારી અપડેટ થવાની છે. ઘણા રાજ્યો NPRનો પણ વિરોધ કરી રહ્યાં છે, પરંતુ સરકાર વસ્તી ગણતરીની સાથે સાથે NPR પણ કરવા જઇ રહી છે. કોણ પણ ભારતીય નાગરિક માટે NPRમાં રજિસ્ટર કરવું જરૂરી હોય છે.
વસ્તી ગણતરી 2021માં બે તબક્કામાં થશે. જેમાં પ્રથમ તબક્કામાં ઘરની યાદી અથવા ઘર સંબધી ગણતરી થશે. જે એપ્રિલ થી સપ્ટેમ્બર 2020 સુધી થશે. બીજો તબક્કો 9 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી 2021માં થશે.
બરફ પ્રભાવિત જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડમાં ગણતરી 2020માં થશે.
NRPનો હેતું દેશના સામાન્ય નાગરિકોનો ઓળખાણનો ડેટાબેસ બનાવવાનો છે. આ ડેટામાં જનસંખ્યાની સાથે બાયોમેટ્રિક જાણકારી પણ હશે. NPR દેશના નાગરિકોનું રજિસ્ટર છે. જેને નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ બનાવવામાં આવશે.
NRPનો ઉદ્દેશય છે કે, સામાનિય નાગરિકની પરિભાષા એક એવા વ્યકિતના રૂપમાં કરવામાં આવી છે, જેમાં કોઇ સ્થાનિક વિસ્તારમાં 6 મહિના સુધી અથવા વધારે સમય સુધી રહ્યો હોય, તે વિસ્તારમાં આગામી 6 મહિના વધારે રહેવાની ઇચ્છા રાખતા હોય.