સમગ્ર દેશ અને ગુજરાતની વાત કરીએ તો ગત રોજ દિવાળીની ધામધૂમપૂર્વક ઉજવણી કર્યાના બીજા દિવસે ગુજરાતીઓ માટે નવુ વર્ષ પ્રાગટ્ય થાય છે. ત્યારે આજના આ દિવસને ખાસ બનાવવા માટે તમામ ગુજરાતીઓમાં ઉત્સાહ અને ઉમંગ સાથે સગા-સંબંધી અને સ્નેહી મિત્રોને શુભકામના પાઠવતા હોય છે. આ પ્રસંગે હૈદરાબાદ રસુલપુરામાં આવેલા BAPS સ્વામીનારાયણ મંદિરમાં અન્નકૂટનો ભોગ ધરાવાયો હતો. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ તેમનું સાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. કિશન રેડ્ડીએ તેમના પ્રવચનમાં કહ્યુ હતું કે, વડાપ્રધાન મોદીએ મને મહત્વની જવાબદારી સોંપી છે. હું થોડા દિવસો પહેલા આસામની સરહદ પર ગયો હતો. બાંગ્લાદેશ-ભારત સરહદે પણ ગયો હતો. મેં આજે આપણા જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આપણે આપણા જવાનોનું મનોબળ વધારવું જોઈએ. મને એમની સાથે દિવાળીની ઉજવણી કરીને ખુબ સારુ લાગ્યુ.
રેડ્ડીએ એમ પણ જણાવ્યુ હતું કે, દેશને હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહનું મજબુત નેતૃત્વ મળ્યુ છે. દેશ હાલમાં નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આપણે દેશને શક્તિશાળી બનાવવાનો છે. વિશ્વમાં ઉચ્ચસ્થાને લઈ જવાનો છે.
સ્વામીનારાયણ મંદિરમાં આવીને કાર્યક્રમમાં ભાગ લેવાની ખુશી વ્યક્ત કરતાં તેમણે કહ્યુ હતું કે, આ એક સ્ફૂર્તિકેન્દ્ર પણ છે. અહીંથી સ્ફૂર્તિ મળે છે. જેનો ઉપયોગ આપણે પોતાના માટે તો કરવાનો જ પણ સાથે દેશ માટે પણ કરવો જોઈએ.