નવી દિલ્લીઃ રાજધાની દિલ્લીમાં કોરોનાને લઇને કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક કાર્યો કરવામાં આવી રહ્યાં છે. કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન જી કિશન રેડ્ડીએ જણાવ્યું કે, દિલ્લીમાં કોરોનાને લઇને કેટલાય પગલાઓ ભરી રહી છે. છતપુરમાં જુહા 10000 બેડની હોસ્પિટલ હવે આગળા દિવસોમાં તૈયાર થવા જઇ રહી છે. પછી એક 100 બેડની સુપર સ્પેશલિસ્ટ હોસ્પીટસ દિલ્લીમાં બનાવવામાં આવશે.
શબની અંતિમક્રિયા-કર્મ કરવા માટે પ્રતિબંધ
કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રઘાન જી કિશન રેડ્ડીએ જણાવ્યું કે, અમે કોરોનાથી મૃત્યુ પામેલા શબને અંતિમ ક્રિયા-કર્મ કરવા માટે પ્રતિબંધ મુક્યો છે અને શબ પરિવારને સોપવામાં આવો છે. છતરપુરમાં 10000 બેડના મોટી હોસ્પિટલ બનાવામાં આવશે, જે આગળના દિવસોમાં શરૂ થઇ જશે. જેમાં 1000 ITBP ના ડોક્ટરો સેવા આપશે.
આ અંગે રેડ્ડીએ જણાવ્યું કે, 1000 બેડની એક બીજી હોસ્પિટલ દિલ્લીમાં બનાવવામાં આવી રહી છે. દિલ્લીના લોકોને ડરવાની જરૂર નથી. કોરોનાને રોકવા માટે સ્થાનિક સરકાર દ્વારા દિશા નિર્દેશ કરવામાં આવી રહ્યો છે. તેમનું પાલન કરવાનું છે. માસ્ક લગાવવાનું છે, સેનીટાઇઝર સાથે રાખવાનું છે અને સાથે-સાથે સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવાનું છે.
રાજધાની દિલ્લીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કેટલાય પગલા ભરવામાં આવી રહ્યાં છે. જેને લઇને બુધવારે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાને ગોંવિદપુરીમાં બન્ને કોવિડ-19 સેન્ટરની મુલાકાત લીધી હતી.