અંબાજીમાં પૌરાણીક ખોડીયાર માતાજીનાં મંદિરે સવારથી જ દર્શનાર્થીઓની ભીડ હતી. સાથે ખોડીયાર માતાને પણ અનેક પ્રકારનાં વ્યજંનો સાથે 56 ભોગનું અન્નકુટ ધરાવવામાં આવ્યુ હતુ. વિશેષ હોમહવન કરી ખોડીયાર જ્યંતીની ઉજવણી કરાઇ હતી.
બપોરનાં સમયે ખોડીયાર માતાજીની વિશાળ શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. જે સમગ્ર અંબાજી શહેરમાં ફરી હતી. જોકે ખોડીયાર જ્યંતીનાં પર્વને લઇ સાંજે યોજાનારા ભંડારાની પણ બપોરથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. આમ તો આ મંદિર અંબાજી મંદિર જેટલું જ પૌરાણીક હોવાનું માનવામાં આવે છે. પણ છેલ્લા 10 વર્ષથી ખોડીયાર નવયુક્ત પ્રગતી મંડળ દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટનાં સહીયોગથી આ જ્યંતીની ઉજવણી કરવામાં આવે છે.