કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજ્યને તેમના ફેસબુક પર એક ભાવાત્મક સંદેશ આપ્યો છે. આ સંદેશ એક દિવ્યાંગ ચિત્રકાર પ્રણવ બાલા સુબ્રમ્ણ્યમને અંગે હતો.
પ્રણવે હાલમાં મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરી હતી. પ્રણવે મુખ્યમંત્રી રાહત ફંડ (CMDRF)માં યોગદાન બાદ તેમની સાથે ફોટો લીધો હતો.
મુખ્યપ્રધાને ફેસબુક પર પોસ્ટ કરી
સવારે એક અનોખો અનુભવ થયો અલાથુરના એક ચિત્રકાર પ્રણવ જેમને હાથ નથી. મારા જન્મદિવસ પર તેમણે CMDRFમાં તેમનું યોગદાન આપ્યું છે. જેના માટે તેમણે વિધાનસભા કચેરીની મુલાકાત લીધી હતી.
CM વઘુમાં લખ્યું કે, 'અલાથુરના એક ચિત્રકાર પ્રણવ CMDRFમાં તેમના યોગદાન માટે વિધાનસભા કચેરીની મુલાકાત લીધી હતી.'
પ્રણવના માતા-પિતા છે તેમના હાથ
પ્રવણે ટેલીવિઝન રિયાલિટી શોમાંથી જે પૈસા મેળવ્યા છે, તે માતા પિતાને આપ્યા છે. તેમના પિતા બાલા સુબ્રમ્ણ્યમ અને તેમની માતા સ્વર્ણ કુમારી તેમના હાથ છે.
પ્રણવે કહ્યું કે, મને 100 ટકા વિશ્વાસ છે કે, સરકાર વિકલાંગ લોકોની સાથે છે. પ્રણવ બી.કોમ ગ્રેજ્યુએટ છે અને હવે તે PSC (પબ્લિક સર્વિસ કમિશન)ની પરીક્ષાની તાલીમ લઈ રહ્યો છે.