તિરુવનંતપુરમ/કેરળ: કેરળમાં કોરોનાવાયરસના પ્રથમ કેસની જાણ થતાં કેરળ આરોગ્ય પ્રધાન કે.કે. શૈલજાએ ગુરુવારે રાજ્ય સરકારની તમામ હોસ્પિટલોને વાયરસના લક્ષણોવાળા દર્દીઓની દેખરેખ રાખવા આદેશ આપ્યો છે.
શૈલેજાએ જણાવ્યું કે, "તપાસ માટે 20 નમૂનાઓ મોકલવામાં આવ્યા હતાં, જેમાંથી એક હકારાત્મક હોવાનું જણાયું હતું. દર્દી વુહાન (ચીન)થી પરત ફર્યો હતો અને હવે તે થ્રિસુરની જનરલ હોસ્પિટલમાં એકાંતમાં રાખવામાં આવ્યો છે. જે હાલમાં સ્થિર છે.
"અમે ખાનગી હોસ્પિટલો સહિતની તમામ હોસ્પિટલોને લક્ષણોવાળા (કોરોનાવાયરસ) જેવા દર્દીઓ પર નજર રાખવા માટે આદેશ આપ્યા છે. આરોગ્ય વિભાગ દર્દીઓને અલગ રાખવા અને સારવાર શરૂ કરવા તૈયાર છે.
તંત્રએ જે લોકો ચીનથી પરત ફરી રહ્યા છે, તે તમામ મુસાફરોનું આરોગ્ય વિભાગને રિપોર્ટ કરવા જણાવ્યું છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યાં અનુસાર, દર્દી, જે પોઝીટીવ જોવા મળ્યો છે તે વુહાન યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો.
"વુહાન યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીનો કોરોનાવાયરસનો એક કેસ નોંધાયો છે. ભારત સરકારે ટ્રાવેલ એડવાઇઝરી પણ જારી કરી હતી, જેમાં લોકોને ચીન પ્રવાસ કરવાનું ટાળવાનું કહ્યું હતું.
આ ઉપરાંત, સાવચેતીના પગલા તરીકે થર્મલ સ્ક્રિનિંગ સુવિધાઓ હવે 21 એરપોર્ટ સુધી વધારવામાં આવી છે, જેમાં ગયા, ગુવાહાટી, વિઝાગ, વારાણસી અને ગોવાનો સમાવેશ થાય છે.
ચીનમાં જીવલેણ વાયરસથી સંક્રમિત 170થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાવાઈરસે સામાન્ય શરદીથી લઈને મધ્ય પૂર્વ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (મેર્સ-કોવી) અને ગંભીર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (સાર્સ-કોવી) જેવા ગંભીર રોગો સુધીની બિમારીનું કારણ બને છે.