કોચ્ચી: કેરળ સોનાની દાણચોરી કેસમાં આરોપી સ્વપ્ના સુરેશને મંગળવારે ત્રિશૂરના સરકારી મેડિલક કોલેજના ICUમાં દાખલ કરવામાં આવી છે. તેને સોમવારના રોજ છાતીમાં દુખાવો થયો હતો.
જોકે, જીએમસી અધિકારીઓએ સ્વપ્નાના ECG રિપોર્ટમાં થોડો ફેરફાર જોયો હતો. તેમણે કહ્યું કે, તેની સ્થિતિ સંતોષકારક છે. આ પહેલા ગુરુવારે કેરળ પોલીસે ઇન્ફર્મેશન ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડમાં નોકરી મેળવવા માટે નકલી ડિગ્રી સર્ટિફિકેટ આપવા બદલ આવકવેરા વિભાગ હેઠળ સ્વપ્ના સામે બનાવટી ડિગ્રી બનાવના કેસમાં કેરળ પોલીસે ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : કેરળમાં સોનાની દાણચોરીના કેસમાં NIA દ્વારા 6 લોકોની ધરપકડ
ગત અઠવાડિયે કોચિમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની વિશેષ અદાલતે કેરળ સોનાની દાણચોરીના કેસમાં ત્રણ અગ્રણી સ્વપ્ના સુરેશ, સરીથ પીએસ અને સંદીપ નાયરની ન્યાયિક કસ્ટડી 9 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. રાજદ્વારી ચેનલ દ્વારા સોનાની દાણચોરીને લગતા મામલાને પાંચ જુલાઈએ ખુલાસો થયો હતો.
આ સમગ્ર મામલો કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં યુએઈના ડિપ્લોમેટિક કાર્ગોમાંથી આશરે 30 કિલો સોનું મળી આવ્યું હતું. એવો દાવો કરવામાં આવ્યો હતો કે સ્વપ્ન સુરેશે કાર્ગોને લગતા એરપોર્ટના અધિકારીનો સંપર્ક કર્યો હતો.