તિરુવનંતપુરમ : કેરળમાં સોનાની તસ્કરી મામલે મોટી કાર્યવાહી કરતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેરળના સીએમઓના પૂર્વ પ્રમુખ સચિવ એમ શિવશંકરની ધરપકડ કરી છે.
શિવશંકર તિરુવનંતપુરમમાં એક હોસ્પિટલમાં દાખલ હતા. જ્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા કેરળ હાઈકોર્ટ તેમને આગોતરા જામીન આપવાથી ઈન્કાર કર્યો હતો. સુત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ શિવશંકરને ઈડી દ્વારા કોચી લાવવામાં આવ્યાં છે.
આપને જણાવી દઈએ કે, હાઈકોર્ટ સોનાની તસ્કરી સાથે જોડાયેલા ભારતીય વહીવટી સેવાના અધિકારી એમ.શિવશંકરના આગોતરા જામીનની અરજી રદ્દ કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને કસ્ટમ ડ્યુટી વિભાગ મામલે તપાસ કરી રહ્યા છે.
જામીન અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે 28 ઓક્ટોબર સુધી શિવશંકરની ધરપકડ રોકી છે. ઈડીએ અરજીનો વિરોધ કરતા કહ્યું કે, અધિકારીની ધરપકડમાં પુછપરછની આવશ્યકતા છે કારણ કે, તપાસમાં સહયોગ કરી રહ્યા નથી. એજન્સીએ કહ્યું કે, સોનાની તસ્કરી મામલે શિવશંકરની ભુમિકા હજુ છે. આગામી જામીન આપવાથી તેનો પ્રભાવ તપાસ ઉપર પડશે.
આગોતરા જામીનની માંગ કરતા શિવશંકરે કહ્યું હતુ કે, તેમણે અત્યારસુધી નિયમોનું પાલન કર્યું છે. તેના ભાગવાની કોઈ શંકા નથી. અધિકારીના સુત્રોએ જણાવ્યું કે, ઈડીએ શિવશંકરની ધરપકડ કરી છે.
યુએઈના વાણિજ્ય દૂતાવાસના એક પૂર્વ કર્મચારી પી. એસ. સરિથને 5 જુલાઈએ દુબઈથી તિરુવનંતપુરમની યાત્રામાં રાજદ્વારી સામાનમાં 30 કિલો સોનાની તસ્કરી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર સોનાની તસ્કરીનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ મામલામાં સ્વપ્ના અને શિવશંકરનું નામ પણ સામે આવ્યું છે. એનઆઈએએ વધુમાં કહ્યું, સ્વપ્નાનું યુએઈ વાણિજ્ય દૂતાવાસમાં ખૂબ પ્રભાવ હતો, કારણ કે તેને નોકરી છોડ્યા બાદ રિટેનર ફી આપવામાં આવતી હતી.
એનઆઈએ આ મામલે ગૈર કાનૂની ગતિવિધિ રોકવાના કાયદા હેઠળ સુરેશ, સરિત પીએસ, સંદીપ નાયર અને ફૈઝલ ફરીદ સહિત અન્ય કેટલાક લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.સુરેશ અને સરિત અરબ અમીરાતના વાણીજન્ય દૂતાવાસના પૂર્વ કર્મચારી છે.
આ પણ વાંચો :